એજ્યુકેશન:પરીક્ષા આપી ન શકનાર માટે યુનિવર્સિટી પૂરક પરીક્ષા લેશે

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઈપણ કારણે પરીક્ષા ન આપનારને અેક તક
  • આધાર-પુરાવા સાથે યુનિ.માં અરજી કરવી પડશે

વીર નર્મદ યુનિવર્સિટીની મુખ્ય જાહેર પરીક્ષામાં અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ કોઇ પણ કારણથી હાજર રહ્યા ના હોય, એવા વિદ્યાર્થીઓની યુનિવર્સિટીએ પૂરક પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. જો કે, પૂરક પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓએ આધાર-પુરાવા સાથે યુનિ.ને અરજી કરવાની રહેશે.

યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડો. જયદીપ ચૌધરીએ અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની કોલેજોના પ્રિન્સિપાલ સાથે ડિપાર્ટમેન્ટોના એચઓડીને તેમજ વિદ્યાર્થીઓને જણાવ્યું કે, સ્પોર્ટ્સ, એનએસસ, એનસીસીની સાથે સ્ટેટ, નેશનલ કે પછી ઇન્ટરનેશનલ લેવલની કોઇ પણ સ્પર્ધામાં ભાગ લેનાર અથવા સીએ, સીએસ સહિતની રાજ્ય કે પછી કેન્દ્ર સરકારની પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી ના શકે તો એક તક આપવામાં આવશે. જો કે, આવા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાશે. જે તે પરીક્ષા પૂર્ણ થયાના 7 જ દિવસમાં યુનિ. પૂરક પરીક્ષામાં લેશે. જેમાં વિદ્યાર્થીઓએ હાજર રહેવું પડશે. આ પરીક્ષાનું સેન્ટર યુનિવર્સિટી નક્કી કરશે અને વિદ્યાર્થીએ તે સેન્ટર પર જઇને પરીક્ષા આપવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...