5 વિષયોના પ્રશ્નપત્રોના પ્રશ્નો વાડિયા વિમેન્સ કોલેજમાંથી એક દિવસ પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થવાના પ્રકરણમાં બુધવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ તપાસ કમિટીનો રિપોર્ટ, સિન્ડિકેટનો રિપોર્ટ ઉમરા પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યો છે.
યુનિવર્સિટીના અધિકારી સૂત્રોએ કહ્યું હતું કે, તપાસ કમિટીનો રિપોર્ટ નિવેદનો, સીસીટીવી ફૂટેજ અને પુરાવા આધાર પર તૈયાર થયો હતો. જેમાં આખી ઘટના માનવ ક્ષતિની સાથે બેદકારીથી થઈ હોવાનું લખાયું છે. ઉપરાંત એવું પણ લખાયું છે કે, યુનિવર્સિટીએ પરીક્ષાઓની તારીખ બદલતા જ વાડિયા વિમેન્સ કોલેજના સુપ્રિટેન્ડન્ટે એક જ બોક્સમાં 19 અને 20 એપ્રિલ, 2022ના પ્રશ્નપત્રોના બંડલો એક સાથે મૂકી દીધા હતા.
એક જ દિવસમાં પાંચ- પાંચ પરીક્ષા હોય અને કોલેજના ત્રણેય સુપ્રિટેન્ડન્ટે પરીક્ષાની કામગીરીની વહેંચણી કરી ન હતી. 5 વિષયોની પરીક્ષાના પ્રશ્નપત્રના બંડલો તૂટી ગયા હોવા છતાં પણ સુપ્રિટેન્ડન્ટે યુનિવર્સિટીને જાણ કરી ના હતી. એટલું જ નહીં, વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો પણ વેહેચી દીધાના 7થી 8 મિનટિમાં જ ફરી પરત લીધા હતા. આમ, બેદરકારી દેખાય આવી હતી.
રિપોર્ટમાં લખાણ ગોળ ગોળ જણાતા પોલીસ મૂઝવણમાં
25 હજારથી વધારે વિદ્યાર્થીઓને માનસિક રીતે હેરાન થવું પડ્યું હતું. આવી બેદરકારીને જોતા સિન્ડિકેટે પાંચ પાંચ વિષયોના પ્રશ્નપત્રના છાપકામ સહિતના લાખો રૂપિયાના ખર્ચા વાડિયા વિમેન્સ કોલેજ પાસેથી વસૂલવાનો નિર્ણય કર્યો હતો. તપાસ કમિટીનો રિપોર્ટ અને સિન્ડિકેટનો રિપોર્ટમાં લખાણ ગોળ ગોળ જણાતા પોલીસ અધિકારીઓ પણ મુઝવણમાં મૂકાય ગયા હતા. જેથી પોલીસ અધિકારીઓએ ઇન્ચાર્જ રજિસ્ટ્રારને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. જે પછી તેમનો જવાબ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.