મંજૂરી:યુનિવર્સિટીએ એક્સટર્નલ પરીક્ષા ફી રૂ. 300 વધારી

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સિન્ડિકેટની બેઠકમાં મંજૂરી અપાઈ
  • હવે બીજા​​​​​​​-ત્રીજા વર્ષની પરીક્ષા ફી પણ વધારાશે

નર્મદ યુનિવર્સિટીએ અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના એક્સટર્નલ કોર્સની પરીક્ષા ફીમાં રૂ. 300નો વધારો કર્યો છે. તાજેતરમાં જ મળેલી સિન્ડિકેટની બેઠકમાં પરીક્ષામાં ફરજ બજાવતા કર્મચારીઓને 7મા પગાર પંચ મુજબ મહેનતાણું ચૂકવવાનું હોવાથી એક્સર્ટનલ કોર્ષની પરીક્ષા ફીમાં રૂ. 300નો વધારો કરવામાં આવે એવી બાબત મૂકાય હતી. જે પછી સિન્ડિકેટ સભ્યોએ તે બાબતને મંજૂરી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા એક્સર્ટનલ કોર્સની ફી રૂ. 1500 હતી. પણ હવે તેમાં રૂ. 300નો વધારો થતા જ વિદ્યાર્થીઓએ હવે રૂ. 1800 યુનિવર્સિટીને ચૂકવવા પડશે. હાલમાં યુનિવર્સિટીએ પહેલા વર્ષની જ પરીક્ષા ફીમાં વધારો કર્યો છે. પણ આગામી વર્ષથી ક્રમશ બીજા અને ત્રીજા વર્ષની ફીમાં પણ વધારો કરશે. યુનિવર્સિટીમાં એક્સર્ટનલના બીકોમ, બીએ, એમકોમ અને એમએના કોર્ષ કાર્યરત છે. જેમાં પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

કર્મચારીઓને 7મા પગાર પંચ મુજબ મહેનતાણું ચૂકવાશે
હાલમાં જ યુનિવર્સિટીએ નોટિફિકેશન જાહેર કરીને અડર અને પોસ્ટગ્રેજ્યુએટના જુદા જુદા કોર્સની પરીક્ષા ફીમાં 270 સુધીનો વધારો કર્યો હતો. જો કે, આ વધારા પાછળનું કારણ પરીક્ષામાં ફરજ બજાવતા કર્મચારીઓને 7મા પગાર પંચ મુજબ મહેનતાણું ચૂકવવાનો નિર્ણય ગણવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...