બ્રિજ લોકાર્પિત:ભાઠેનામાં નિર્માણાધિન બ્રિજને નિયત સમયના 3 માસ પહેલા લોકાર્પિત કરાશે

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પા.કમિશનરે અધિકારીઓને કામગીરી પૂ્ર્ણ કરવા સૂચના આપી

પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે શહેરના વિવિધ 9 ઝોનની તબક્કાવાર મુલાકાત લેવાની ગુરુવારથી શરૂઆત કરી હતી. પ્રથમ દિવસે કમિશનરે લિંબાયત ઝોન વિસ્તારનો રાઉન્ડ લઇ ટેક્નિકલ-ઇજનેરી કામગીરી ઝડપથી પુરી કરવાની સાથે સ્લમ પોકેટથી ગીચ વિસ્તારમાં આરોગ્યલક્ષી કામગીરી માટે કેમ્પેઇન કરવા સૂચના આપી હતી.

રાઉન્ડ દરમિયાન રસ્તામાં આવતાં ખરવરનગર-પરવત પાટીયાને જોડતાં નિર્માણાધિન ફલાય ઓવરબ્રિજની પણ સાઇટ વિઝિટ કરી હતી. આ વેળાએ નિર્માણ કાર્યની સમીક્ષા સાથે ઇજારદાર પાસે કામગીરી શિડ્યુલ રજૂ કરવા જણાવ્યું હતું. કમિશનર શાલિની અગ્રવાલે ભાઠેના જંકશન પર બની રહેલાં આ બ્રિજને નિયત સમય કરતાં 3 મહિના પહેલાં એટલે માર્ચ-2023 સુધીમાં પૂર્ણ કરવા પણ સૂચના આપી હતી.

કુલ 37.33 કરોડના ખર્ચે નિર્માણ થઇ રહેલાં આ બ્રિજનું 50 ટકા ઉપરાંતનું કામ પૂર્ણ થઇ ચુક્યું છે. ઓફિશ્યલી બ્રિજ નિર્માણ મર્યાદા જૂન-2023 નક્કી કરાઇ છે. જોકે કમિશનરે તેના 3 મહિના પહેલાં જ લોકાર્પણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. હાલ બ્રિજ પીલર પર12 ગર્ડર લોન્ચ થઇ ગયા છે, જ્યારે 31 ગર્ડર બનીને તૈયાર છે. જોકે ગર્ડરના ટેસ્ટિંગ અને ક્યોરિંગ પ્રક્રિયામાં સમય વધુ વેડફાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...