શિક્ષણ:કોરોના કાળમાં UG-PGનું એકેડેમિક કેલેન્ડર બનાવાશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આજે યુનિ.માં એકેડેમિક કાઉન્સિલની બેઠક

વીએનએસજીયુમાં સોમવારે એકેડેમિક કાઉન્સિલની બેઠક મળશે છે. જ્યાં નવા શૈક્ષણિક વર્ષ 2020-21 માટે અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટનું એકેડેમિક કેલેન્ડર બનાવાશે. આ સાથે ATKTની પરીક્ષા પર નિર્ણય લેવાશે. એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં એટીકેટીની એટલે કે સેમેસ્ટર-1, 3 અને 5ની પરીક્ષા લેવી કે નહીં? અને લેવી તો કઈ તારીથી લેવી? તેનો નિર્ણય સોમવારની એકેડેમિક કાઉન્સિલમાં લેવાશે. એડેમિક કાઉન્સિલના સભ્ય કહે છે કે પાંચમાં સેમેસ્ટરની પરીક્ષા ફરજિયાત પણ લેવાશે. તે સાથે એક અને ત્રણનું મામલે શું કરવું તેનો પણ નિર્ણય લેવાશે.

થોડા દિવસો પહેલાં રાજ્યના શિક્ષણ વિભાગે યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે એકેડેમિક કેલેન્ડર મામલે ચર્ચા કરી હતી. જેમાં યુજીસીના એકેડેમિક કેલેન્ડર મામલે અભિપ્રાયો મંગાયા હતા. જોકે કુલપતિઓએ પહેલી નવેમ્બરની જગ્યાએ 15મી ઓક્ટોબરથી નવા સત્રનો પ્રારંભ થાય તેવા અભિપ્રાયો આપ્યા હતા. આમ, સોમવારની એસીની બેઠકમાં યુજીસી તરફથી મળેલું એકેડેમિક કેલેન્ડર રજૂ કરવાની સાથે શિક્ષણ વિભાગ સાથે થયેલી બેઠકની ચર્ચાઓ પણ રજૂ કરાશે. જે પછી સભ્યો ચર્ચા બાદ પ્રાથમિક કેલેન્ડર બનાવી જાહેર કરાશે.

અન્ય સમાચારો પણ છે...