તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવો પ્રયાસ:ગ્રીન રેલવે સ્ટેશન ગણાતા ઉધના રેલવે સ્ટેશને હવે સ્પેરો ઝોન બનશે

સુરત9 દિવસ પહેલાલેખક: મેહુલ પટેલ
  • કૉપી લિંક
  • ચકલીઓની સંખ્યા વધે માટે લીમડા ઉગાડ્યા

ભારતીય રેલવેનું પહેલું ગ્રીન રેલવે સ્ટેશન ગણવામાં આવતા ઉધના રેલવે સ્ટેશન નજીકના દિવસોમાં ચકલીઓથી ગુંજી ઉઠશે. ગ્રીન મેન તરીકે જાણીતા વિરલ દેસાઇએ ઉધના રેલવે સ્ટેશનને ગ્રીન ઉધના રેલવે સ્ટેશન બનાવવાનું બીડું ઝડપ્યું ત્યારે સતત ઘટી રહેલી દેશી ચકલીના સંરક્ષણ માટે પણ પ્રયત્નો કર્યા હતા તેમણે અને તેમની ટીમે ઉધના રેલવે સ્ટેશન પર ઠેર ઠેર ચકલીઓ માટે માળા તેમજ ચણની વ્યવસ્થા કરી હતી. લીમડાનો જે પેચ તૈયાર કરાયા બાદ 200થી વધુ ચકલીઓ હાલ ત્યા વસવાટ કરી રહી છે. આગામી સમયમાં આ જગ્યાને સ્પેરો ઝોન નામ આપવામાં આવશે અને ચકલીઓની સંખ્યામાં વધારો કરાશે.

અભિયાનમાં લોકો જોડાય માટે વેબસાઇટ બની
ગ્રીન ઉધના મુવમેન્ટની સાથે લોકો પણ જોડાય તે માટે ગ્રીન ઉધના રેલવે સ્ટેશન નામની એક વેબસાઈટ પણ લોન્ચ કરવામાં આવી છે. આ દેશનું એકમાત્ર એવું સ્ટેશન છે, જેની વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હોય. જેમાં ગ્રીન ઉધના સ્ટેશનની ટ્રાન્સફોર્મેશન જર્ની, તેની પોઝિટિવ ઈમ્પેક્ટ અને ઈન્સ્પિરેશનની વાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સ્ટેશન પર શહીદ સ્મૃતિ વન તૈયાર કરાવાયું
​​​​​​​ઉધના રેલવે સ્ટેશને શહીદ સ્મૃતિ વન તૈયાર કરવામાં આવ્યું છે. જે ઈન્ડિયન રેલવેઝનું પહેલું અર્બન ફોરેસ્ટ છે. આ અર્બન ફોરેસ્ટ મિયાવાકી પદ્ધતિથી તૈયાર થયું છે, જેમાં 19000 સ્ક્વેર ફુટની જગ્યામાં 1200થી વધુ વૃક્ષોનું વાવેતર થયું છે. હવે એ જગ્યાએ વન તૈયાર થઈ ગયું છે અને અનેક પક્ષીઓ, ખીસકોલીઓ અને પતંગીયાને અહીં જોવા મળી રહ્યા છે. આ અર્બન ફોરેસ્ટમાં આંબો, પીપળો, વડ, સરગવો, ગરમાળો, લીમડો જેવા વૃક્ષો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો