કાર્યવાહી:ટ્રકમાંથી કારમાં દારૂ ભરતા પોલીસે બેને ઝડપી પાડ્યા

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાટપોરમાં દારૂ-ટ્રક અને કાર સહિત 11.82 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ભાટપોર જીઆઇડીસીમાં જાહેરમાં રોડની ઉપર ટ્રકમાંથી કારમાં દારૂ ભરી રહેલા 2 લોકોને ઇચ્છાપોર પોલીસ ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી દારૂ, ટ્રક અને કાર સહિત કુલ 11.82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર પોલીસને બાતમી મળી હતી કે ભાટપોર જીઆઈડીસીમાં મેઇન રોડ પર ટ્રકમાં મોટાપાયે દારૂ છે. તેથી પોલીસે બાતમીવાળા સ્થળે દરોડો પાડતા એક ટ્રક મળી આવી હતી. ટ્રકમાંથી કારમાં દારૂ ભરાઇ રહ્યો હતો. આરોપીઓએ પોલીસને જોઈને કાર ભગાવવાની કોશિશ કરી હતી.

પરંતુ પોલીસે આરોપીને પકડી લીધો હતો. પોલીસે ટ્રક અને વેન્ટા કાર કબજે કરી હતી. તેમજ દારૂની 264 બાટલીઓ કબજે કરી હતી. દારૂની કિંમત 1.37.૩૭ લાખ રૂપિયા છે. પોલીસે ટ્રક-કાર મળીને કુલ 11.82 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને ડ્રાયવર પ્રસનજીત ઉર્ફ રાજુ બંગાળી(રહે. બાપા સિતારામ સોસાયટી,કવાસ ગામ) અને કાર ડ્રાયવર મેહુલકુમાર દિપક રાઠોડ(રહે. નવી વસાહત, હળપતિ વાસ,અલથાણ)ની ધરપકડ કરી છે. દારૂ મોકલનાર રોહિત,ધોનીરામ અને દારૂ મંગાવનાર કેલીસ પટેલ(રહે. સરસાણા,ખટોદરા)ને વોન્ટેડ જાહેર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...