તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રિપુટી ફરાર:સેન્ટિંગનો 30 લાખનો સામાન ભાડેથી લઈ ત્રિપુટી ફરાર થઈ

સુરત20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ટોળકીએ 1.85 લાખ ડિપોઝિટ આપી હતી,1 પકડાયો

કોરોચેક અને આધારકાર્ડ લઈ 1.85 લાખની ડિપોઝિટ આપી ભાડેથી સેન્ટિંગનો 29.82 લાખનો સામાન લઈ ત્રિપુટી ટોળકી ફરાર થઈ છે. આ ટોળકીએ અન્ય ભટાર ઉપરાંત કામરેજ તેમજ સરથાણામાં પણ આવી જ રીતે લાખોનો સામાન ભાડેથી લઈ બારોબાર વેચી નાખ્યો હોવાની વાત છે. આ ટોળકી સામે વધુ એક ગુનો સચિન જીઆઇડીસી પોલીસમાં નોંધાયો છે. જેમાં પોલીસે આરોપી ભાવેશ મનજી ક્યાડા(રહે,ઈશ્વરનગર,પુણાગામ)ને પકડી પાડ્યો છે. જ્યારે તેના સાગરિત અમર ઠક્કર(રહે.વિનાયક સોસા, યોગીચોક) અને જૈમીન ગૌસ્વામી (રહે. શિવાજંલિ સોસા, એકે રોડ) ફરાર છે.

અડાજણ દિપાંજલિ રેસિડેન્સીમાં રહેતા ભરતભાઈ મકવાણા સચિન જીઆઇડીસીમાં સેન્ટિંગનો સામાન ભાડેથી આપવાનો ધંધો કરે છે. વર્ષ 2020માં 21મી જુલાઇથી 31મી ઓગસ્ટ સુધીમાં ત્રણેય ઠગો અલગ અલગ તારીખોમાં સેન્ટીંગનો સામાન ભાડેથી લેવા આવ્યા હતા. ઠગ ટોળકીએ 29.82 લાખનો સામાન પોતાના ટેમ્પોમાં લઈ ગયા હતા. તપાસ કરતા બાંધકામની જે સાઇડ બતાવી હતી તે જગ્યા પર કોઈ સાઇડ ન હતી. જ્યારે જૈમીનએ આધારકાર્ડમાં ફોટો પોતાનો અને નામ ખોટા લખ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો