સ્વતંત્રતા પર્વની ઉજવણી:સુરતના પાલ ખાતે કન્સ્ટ્રક્શન સાઈટ પર 321 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવાયો, ટીટી માર્કેટમાં પણ ક્રેઈનની મદદથી તિંરગાને લહેરાવ્યો

સુરતએક વર્ષ પહેલા
કન્સ્ટ્રક્શન સાઈટ અને ટીટી માર્કેટ ખાતે ક્રેઈનની મદદથી તિરંગો લહેરાવાયો
  • સુરતીઓએ 75મા સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી

દેશમાં દેશભરમાં 75માં સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ છે. સુરતમાં પણ દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં વિવિધ કાર્યક્રમો થકી આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતમાં અનોખી રીતે 75માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના પાલ ખાતે ચાલી રહેલા બાંધકામ સાઈડ પર સૌથી ઊંચો તિરંગો લહેરાવાયો હતો. તો ટીટી માર્કેટ વિસ્તારમાં 321 ફુટ ઉંચાઈ પર ક્રેઈન વડે તિરંગાને ફરકાવી અનોખી દેશભક્તિ વ્યક્ત કરાઈ હતી. વીર જવાનોએ દેશ માટે આપેલા બલિદાનને આ દેશ ક્યારેય નહીં ભૂલી શકે.

રાષ્ટ્રધ્વજ ફરકાવી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
ઝુલુબભાઈએ જણાવ્યું હતું કે, પહેલીવાર 321 ફૂટની ઊંચાઇએ પ્રથમવાર દેશની આન, બાન અને શાન રાષ્ટ્રધ્વજને ફરકાવ્યો છે. આ રાષ્ટ્રધ્વજ ફરકાવી અમે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા દેશના તમામ વીર શહીદોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરીએ છીએ. તેઓએ દેશ માટે આપેલા બલિદાનને આ દેશ ક્યારેય નહી ભૂલી શકે.

સુરતમાં ક્રેઈનની મદદથી ઊંચાઈ પર તિરંગાને લહેરાવવામાં આવ્યો હતો
સુરતમાં ક્રેઈનની મદદથી ઊંચાઈ પર તિરંગાને લહેરાવવામાં આવ્યો હતો

ક્રેઇન પર સૌથી ઊંચાઇ પર તિરંગો લહેરાવ્યો
લિંબાયત વિસ્તારમાં આવેલી ટીટી માર્કેટ નજીક પણ અનોખી રીતે 75મા સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અહી લોકોએ ક્રેઇન પર સૌથી ઊંચાઇ પર તિરંગો લહેંરાવ્યો હતો. દૂર દૂર સુધી આન બાન અને શાનથી લહેરાતા તિરંગાને લોકોએ સલામી આપી હતી. આ વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ પણ થઇ રહ્યો છે.

કન્સ્ટ્રક્શન સાઈટ પર તિરંગો લહેરાવીને લોકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી
કન્સ્ટ્રક્શન સાઈટ પર તિરંગો લહેરાવીને લોકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી

સુરતની શાન છે ડુમસ રોડનો સૌથી ઊંચો તિરંગો
સૌથી ઊંચો ઝંડો 365 ડુમસ રોડ પર લહેરાય છે અને લોકોને દેશભક્તિના દર્શન કરાવે છે. ત્યારે સ્વતંત્ર પર્વએ પણ સૌથી ઊંચો તિરંગો સુરતમાં લહેરાવી ખરેખર સુરતીઓએ પોતાની દેશભક્તિથી દેશ અને દુનિયામાં એક અલગ ઈમેજ ઉભી કરી છે.

અન્ય સમાચારો પણ છે...