બાગબાનનો ફેલાતો જાળ:સારવાર તો ઠીક હવે પુત્રો જમવાનું પણ પુછતા નથી, દીકરીને ત્યાં માતા- પિતાને રહેવા જવું પડી રહ્યું છે

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુત્રો સામે માતા પિતાની કોર્ટમાં વધતી ફરિયાદો
  • જેમની આંગળી પકડી ચાલવાનું શીખ્યા હવે એ જ સંતાનો માતા-પિતાને ઘરમાંથી કાઢી રહ્યા છે

જિલ્લા મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાલ ધી મેઇન્ટેનન્સ એન્ડ વેલફેર પેરન્ટ્સ સિનિયર સિટિઝન એક્ટ હેઠળ આંખો ભીની કરનારા કિસ્સા આવી રહ્યા છે. દાખલ કેસો ઉપરાંત વકીલોના ટેબલ પર આવતા કિસ્સા પણ ચોંકાવનારા છે. જે માતા-પિતાએ સંતાનોને કપરી પરિસ્થિતિ વચ્ચે પગભર કર્યા, જેમની આંગળી પકડીને ચાલવાનું શિખ્યાં એ જ બાળકો હવે એ માબાપને ઘરથી કાઢી રહ્યા છે.

કેટલાક કેસમાં માતા-પિતાએ સાસરે ગયેલી પુત્રીના ઘરે રહેવાની ફરજ પડી છે. વયોવૃધ્ધ માતા-પિતાને સારવાર તો ઠીક જમવાની વ્યવસ્થા અનેક સંતાનો કરી રહ્યા નથી. નાછુટકે સંતાનો સામે માતા-પિતા કાયદાકીય પગલાં લઇ રહ્યા છે. પોતાની મિલકત માટે અનેક સંતાનો માતા-પિતા સામે જાણે યુદ્ધ છેડ્યું છે.

કેસ: 1 પિતાની સારવારનો ખર્ચ પણ ન આપ્યો
નાનપુરા ખાતે રહેતા પિતાને નાકમા સમસ્યા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં રૂપિયા 2.34 લાખનો ખર્ચ થયો હતો.આ ખર્ચ પણ સંતાનોએ આપ્યો ન હતો.

કેસ: 2 પતિના અવસાન બાદ દયનીય હાલત ,બાગબાન ફિલ્મ જેવો સિન
અડાજણના 80 વર્ષીય સરિતાબેન (નામ બદલ્યુ છે) પતિના અવસાન બાદ 2 પુત્ર સાથે રહેતા હતા. બાગબાન ફિલ્મની જેમ તેઓ પણ બંને પુત્રને ત્યા રહેતા.વહુ જમવાનુ ઠીક પાણી પણ ન પુછતી, મિલકતમાંથી પણ બહાર કાઢવાની કોશિશ કરતી. આખરે સરિતાબેને કલેકટરમાં ફરિયાદ કરી હતી.

કેસ: 3 -એકનો એક પુત્ર, માતા-પિતા નિરાધાર
નાનપુરાના રાકેશભાઇ અને સરિતાબેન (નામ બદલ્યુ છે) નો એકનો એક દિકરો લગ્ન બાદ બદલાઈ ગયો. પુત્ર અને પુત્રવધુ ખર્ચ પણ આપતા નથી. સારવાર કરાવતા નથી અને સતત મેણા ટોણા મારે છે.​​​​​​​

માતા-પિતા સામે વધતા નફરત સમાજ માટે લાલબત્તી સમાન
એડવોકેટ પ્રીતિ જોષી કહે છે કે માતા-પિતા સામે વધતી ફરિયાદો એક રીતે સમાજ માટે ચિંતાનો વિષય છે. સંતાનો માટે માતા-પિતા જાત ઘસી નાંખે છે પરંતુ જ્યારે તે ઘરડા થાય છે ત્યારે કેટલાંક સંતાનો માતા-પિતાની જરાય દરકાર લેતા નથી. તેમને ઘર છોડવાની પણ નોબત આવે છે.

અન્ય સમાચારો પણ છે...