સચિનમાં કાપડ વેપારી અને તેના એક સંબંધીએ ભાડેથી ગાડીઓ આપવાના ચક્કરમાં ટ્રાવેલ્સ એજન્ટની વાતમાં આવી 13 ગાડીઓ ગીરવે મુકી હોવાનું લખાણ કરાવી એજન્ટે સગેવગે કરી નાખી હતી. આ અંગે સચીન પોલીસમાં કાપડના વેપારી અનિલ બ્રીજરાજ જૈસ્વાલે ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ટ્રાવેલ્સ એજન્ટ પંકજ ખત્રી(રહે,રાજઅભિષેક સીટી હોમ્સ, પારડી, કણદે,સચીન) સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે.
આરોપી પંકજ ખત્રીએ પલસાણા ટી-પોઇન્ટ પાસે વર્મા શોપીંગ સેન્ટરમાં ટ્રાવેલ્સ એજન્ટની ભાડેથી ઓફિસ ખોલી હતી. ઓગષ્ટ-22 થી માર્ચ-23 સુધીમાં અનિલ અને તેના ફોઇના દિકરાએ 13 ગાડીઓ ભાડેથી એજન્ટને આપી હતી. એજન્ટે વકીલ પાસે લખાણ પણ કરાવ્યું હતું. જો કે એજન્ટે લખાણમાં ગાડીઓ ગીરવે આપેલાનું લખાણ કરાવ્યું હતું.
એજન્ટ શરૂઆતમાં ગાડીઓનું દર મહિને ભાડું આપી દેતો હતો. એક-બે મહિના ભાડું આપતા વેપારીએ તેના સંબંધીની પણ 3 કારો ભાડેથી મુકાવી હતી. જો કે બાદમાં એજન્ટે ભાડે આપેલી 13 કારો બારોબાર સગેવગે કરી ભાડું પણ આપ્યું ન હતું. જેના કારણે મામલો પોલીસમાં ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.