કોરોના સુરત LIVE:કોરોના વિસ્ફોટ, નવા 45 કેસ નોંધાયા, એક્ટિવ કેસ વધીને 200 પાર, 9 દર્દી હોસ્પિટલમાં દાખલ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના કેસ વધતા પાલિકા દ્વારા ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોના કેસ વધતા પાલિકા દ્વારા ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે.(ફાઈલ તસવીર)
  • શહેર જિલ્લામાં 205332 કેસ સામે આવી ચૂક્યા છે

સુરત શહેર-જિલ્લામાં ધીમે ધીમે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. 4 મહિના બાદ આજે નવા 45 કેસ નોંધાયા છે. છેલ્લા 13 દિવસમાં 252 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 105 દિવસથી એક પણ દર્દીનું મોત થયું નથી. હાલ સુરત શહેર જિલ્લામાં 204 એક્ટિવ કેસ છે. જેમાંથી 9 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. વિતેલા 24 કલાકમાં 6 દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યા હતા.

10 ગૃહિણીઓ, વેપારી, વિદ્યાર્થી સહિતના સંક્રમિત
શહેરમાં નવા નોંધાયેલા કેસમાં કેસમાં ગૃહિણીઓ પણ સંક્રમિત થઈ છે. આ સાથે વેપારી, દુકાનદાર, વિદ્યાર્થી, કારપેન્ટર તેમજ સિનિયર સિટીઝનો પણ સંક્રમિત થયા છે.

શહેરમાંથી 4 વ્યક્તિ કોરોનામુક્ત
શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 45 કેસ સામે આવ્યા છે. ગત 21 ફેબ્રુઆરીએ શહેરમાં 21 કેસ નોંધાયા હતા. કોરોના પોઝિટિવ આવેલા 35 નવા કેસ શહેરમાં આવ્યા છે. સુરત શહેર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી 30થી વધુ કેસ સામે આવી રહ્યા છે. આજ રોજ શહેરમાંથી 4 દર્દી અને જિલ્લામાંથી 2 દર્દી કોરોનામુક્ત બન્યા છે.

202884 લોકો કોરોનામાંથી સાજા થઇ ચૂક્યા છે
અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 205332 કેસ સામે આવી ચુક્યા છે જે પૈકી 202884 લોકો કોરોનામાંથી સાજા થઇ ચુક્યા છે. કુલ 2240 લોકો શહેર જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામી ચુક્યાનું સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યું છે.