કોરોના સુરત LIVE:6મે પછી પહેલીવાર 1452 કેસ નોંધાયા, 15 દિવસ બાદ એકનું મોત, અઠવા, રાંદેર અને વરાછા-A ઝોન કોરોના હોટસ્પોટ, એક્ટિવ કેસ 5000 પાર

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરી સંક્રમિત થયાં છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરી સંક્રમિત થયાં છે.(ફાઈલ તસવીર)
  • એક્ટિવ કેસની સંખ્યા વધીને 5041 થઈ
  • વધુ 98 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા

વિશ્વમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોનના કેસની સાથે કોરોના પોઝિટિવમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે શહેરમાં 1350 અને જિલ્લામાં 102 કેસ સાથે નવા 1452 કેસ નોંધાયા છે. આ સાથે એકનું મોત થયું છે. જેથી સુરત શહેર જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યામાં 5 હજારને પાર કરી 5041 પર પહોંચી ગઈ છે. છેલ્લા સાત દિવસમાં સિટીનો અઠવા ઝોન કોરોના એપી સેન્ટર બન્યું હોવાનું સામે આવ્યું છે. 40 ટકા કેસ અઠવા ઝોનમાં નોંધાઈ રહ્યા છે. આ સાથે રાંદેર અને વરાછા-એ ઝોનમાં પણ કેસનો વધારો થઈ રહ્યો છે. આજે પાલિકાના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી અને વોર્ડ નંબર 19ના ભાજપના કોર્પોરેટર વિજય ચોમાલ કોરોના પોઝિટિવ આવતાં તેઓ હોમ આઈસોલેટ થયા છે.

ત્રણ સોસાયટી ક્લસ્ટર અને SBI બેંકના 14 કર્મી પોઝિટિવ આવતા બંધ કરાઈ
આજ રોજ પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી 5 વ્યક્તિઓ અઠવા ઝોનના પાર્લે પોઈન્ટ વિસ્તારના સંગમ એપા.ના એક જ ઘરમાં નોંધાયેલ હોય તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે. આજ રોજ પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી 7 વ્યક્તિઓ વરાછા ઝોન-એના વરાછા વિસ્તરના વર્ષા સોસાયટીમાં નોંધાયેલ હોય તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે. આજ રોજ પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી 4 વ્યક્તિઓ લિંબાયત ઝોનના કુંભારિયાગામ વિસ્તારના નેચરવેલીના એક જ ઘરમાં નોંધાયેલ હોય તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે. એસબીઆઈ બેંક, ઘોડ દોડ રોડ શાખામાં 14 જેટલા કર્મચારીઓ પોઝિટિવ જણાતા બેંક બંધ કરાવવામાં આવેલ છે.

98 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા
આજ રોજ કુલ 98 વિદ્યાર્થીઓ પૈકી એલપીડી સ્કૂલ પૂણા (15), અંકુર વિદ્યાલય (14), છત્રપતિ સ્કૂલ (9) વિદ્યાર્થીઓ પોઝિટિવ જણાતા શાળાઓ બંધ કરાવેલ છે. આ સિવાય અન્ય શાળાઓમાં વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા પીપી સવાણી, જીડી ગોયન્કા, ગાયત્રી સ્કૂલ, લુડ્સ કોનવેંટ, સુમન સ્કૂલ પાંડેસરા, ભગવાન મહાવીર, સેવન્થ ડે સ્કૂલ, એસ ડી જૈન કોલેજ, સરસ્વતી સ્કૂલ, નવયુ કોલેજ, ડીઆરબી કોલેજ, ટી એન્ડ ટીવી, ગુરુકૃપા સ્કૂલ તથા અન્ય શાળાઓ તથા કોલેજમાં જે તે વર્ગ બંધ કરવવામાં આવેલ છે. આ શાળાઓમાં તથા કોલેજમાં કુલ 1043 જેટલા વ્યક્તિઓનું કોન્ટેકટ ટ્રેસિંગ કરવામાં આવેલ છે. આજ રોજ પોઝિટિવ આવેલ વ્યક્તિઓ પૈકી 2 વ્યક્તિઓ ઇન્ટરનેશનલ (કેનેડા, દુબઈ) ટ્રાવેલ હિસ્ટ્રી છે.

વિપક્ષના નેતાને કોરોના
સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઇકાલે બપોરે અચાનક શરદી-ખાંસી અને તાવની તકલીફ ઉભી થઈ હતી. જેથી ધર્મેશ ભંડેરીએ આજે સવારે 10 વાગ્યે રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. રેપિડ ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.હાલ ધર્મેશ ભંડેરની તબિયત સ્થિર છે.તેઓ ઘરે જ આઈસોલેટ થયા છે.

વોર્ડ નંબર 19ના ભાજપના કોર્પોરેટર વિજય ચોમાલ કોરોના પોઝિટિવ આવ્યા.
વોર્ડ નંબર 19ના ભાજપના કોર્પોરેટર વિજય ચોમાલ કોરોના પોઝિટિવ આવ્યા.

પોઝિટિવ કેસનો આંક 1,49,594 પર પહોંચ્યો
આજ રોજ શહેરમાં નવા 1350 અને જિલ્લામાં 102 કેસ નોંધાયા હતા. શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,49,594 થઈ ગઈ છે. જિલ્લામાં એક કોરોના દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃતાંક 2119 થયો છે. શહેરમાંથી 248 અને જિલ્લામાંથી 08 કોરોના પોઝિટિવ દર્દીએ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં 142433 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 5041 નોંધાઈ છે.

નવા કલસ્ટર ઝોન જાહેર
પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી ૦4 વ્યક્તિઓ અઠવા ઝોનના અલથાણ વિસ્તારના સ્વસ્તિક પાર્કના એક જ ઘરમાં નોંધાયેલ હોય તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે.આજ રોજ પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી ૦6 વ્યક્તિઓ વરાછા ઝોન બીના નાના વરાછા વિસ્તારના વાડી ફળિયાના નોંધાયેલ હોય તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે. આજ રોજ પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી ૦4 વ્યક્તિઓ કતારગામ ઝોનના અમરોલી વિસ્તારના મહાવીરધામ-૨ના એક જ ઘરમાં નોંધાયેલ હોયતેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે.