ધરપકડ:ઝૈદ ચક્કીવાલાના કાૈભાંડમાં રેલો દિલ્હી, મુંબઇના પોર્ટ સુધી પહોંચ્યો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 20 કરોડના બોગસ બિલિંગ કાંડમાં કુરેશીની ધરપકડ
  • હવે સિધ્ધાર્થ, ઇમરાન અને પાંડેને શોધતી તપાસ એજન્સી

સતત વધી રહેલાં બોગસ બિલિંગ કાંડ વચ્ચે તપાસ એન્સીઓએ કૌભાંડીઓની ધરપકડ કરવાની કામગીરી પણ તેજ કરી છે. રૂપિયા 20 કરોડના આવા જ એક કાંડમાં સીજીએસટીએ આરોપીની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરાવ્યો હતો.દરમિયાન રૂપિયા 100 કરોડના બોગસ બિલિંગ ટ્રાન્ઝેક્શનના અન્ય એક કેસમાં આરોપી ઝૈદે કરેલી જામીન અરજી પર 17મી ડિસેમ્બરે સુનાવણી થનાર છે ત્યારે ડીજીજીઆઇએ સમગ્ર કાંડમાં ચેન્નાઇ, મુંબઇ, દિલ્હી સહિતના પોર્ટ પરથી પણ વિગતો મેળવી છે. અહીંથી કરોડો રૂપિયાનું રિફંડ લેવાયું છે. તપાસનો રેલો અન્ય કૌભાંડી ઇમરાન, સિધ્ધાર્થ, પાંડે સુધી પહોંચ્યો છે. તમામની શોધખોળ ચાલુ છે.

કુરેશીએ 7 કરોડની ITC જાતે જ લીધી હતી
સીજીએસટીએ દસ બોગસ પેઢીના આધારે રૂપિયા 19.93 કરોડની આઇટીસી (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) પાસઓન કરનારા આરોપી નાશીર કુરેશીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં કોર્ટે આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીનો હુકમ કર્યો હતો. આરોપીએ આ આઇટીસી પૈકીની સાત કરોડ જાતે લીધી હતી. ગુડ્ઝ મુવમેન્ટ સિવાય આ કાંડ આચરવામાં આવ્યુ હતુ.

ઝૈદની જામીન પર 17મીએ સુનાવણી : 100 કરોડથી વધુના કાંડમાં સંડોવાયેલા ઝૈદની 13 કંપનીમાં તપાસ કરાઈ છે. જ્યારે 60થી વધુ કંપનીઓમાં તપાસ બાકી છે. દરમિયાન દેશના અનેક પોર્ટથી માલ એક્સપોર્ટ બતાવીને રિફંડ ઉસેટાયું છે. જેમાં માલ પાસ કરાવનાર પાંડે અટકધારીની મોટી ભૂમિકા છે. જ્યારે અન્ય કાંડનો રેલો કાદીર, ઇમરાન, શંકર નામ ધારકો સુધી હોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...