કાર્યવાહી:ડિંડોલીના સાંઇ પોઇન્ટ પર પાલિકાએ બનાવેલું ઈંટ-ચણતરનું સર્કલ ટ્રાફિક પોલીસે તોડી પાડ્યું!

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સર્કલ મોટું બનાવતા કાર્યવાહી, નાનું કરવા ટ્રાફિક પોલીસનો પાલિકાને પત્ર
  • સર્કલ માટે એસવીએનઆઈટીએ​​​​​​​ તૈયાર કરેલી ડિઝાઇનને પાલિકાએ મંજૂરી આપી હતી

ડિંડોલી મેઈન રોડ પર સાંઇ પોઇન્ટ ખાતે પાલિકા દ્વારા ગત શુક્રવારે સાંજે ટ્રાફિક સર્કલ બનાવવામાં આવ્યું હતું. પરંતુ શનિવારે બપોરે ટ્રાફિક પોલીસે તેને તોડી પાડતા વિવાદ થયો છે.! પાલિકાએ સાંઇ પોઇન્ટ સર્કલનું સ્પોન્સર પ્રયેશા બિલ્ડરને ફાળવતાં ત્યાં ટ્રાફિક આઈલેન્ડ બનાવવાનું આયોજન ‌છે.જેથી સર્કલ‌ બનાવવામાં આવી રહ્યું હતું. પરંતુ ટ્રાફિક પોલીસને નડતરરૂપ જણાતા દૂર કરાયું હતું.

એક દિવસ પહેલા જ પાલિકાએ સર્કલ બનાવવાની કામગીરી શરૂ કરી હતી
ટ્રાફિક પોલીસ તરફથી સાંઈ પોઇન્ટ ખાતે ઘણા ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. જેના લીધે દૂર સુધી ટ્રાફિક થઈ જાય છે. આ સર્કલની ડિઝાઈન એસવીએનઆઇટી દ્વારા બનાવવામાં આવી છે. જેને કમિશનર બંછાનિધિ પાનીએ મંજૂરી આપી છે. પરંતુ પોલીસે ‘ટ્રાફિક પોઈન્ટ ઓફ વ્યુ’થી સર્કલ દૂર કરી દીધું છે.

આ અંગે પાલિકાના ઝોન ટ્રાફિક વિભાગે જણાવ્યું હતું કે, દરેક ટ્રાફિક પોઇન્ટ અને સર્કલો પર ટ્રાફિક તો રહેવાનો જ છે, સર્કલો હોય તો જ ટ્રાફિકનું વધુ સારી રીતે નિયમન થઈ શકે છે. ટ્રાફિક નિયમન માટે ટીઆરબીની ટીમ પણ પોલીસ તંત્ર પાસે છે.

ટ્રાફિક પોલીસે પાલિકાને વાંધા પત્ર પાઠવ્યો
ટ્રાફિક પોલીસને સર્કલ ઘણું મોટું જણાતું હતું જેથી સર્કલને રીડિઝાઇન કરી નાનું બનાવવા માટે પાલિકાને વાંધા પત્ર પાઠવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...