આક્ષેપ:વેપારીને ભાગીદારે 2 પોલીસ કર્મચારી સાથે મળી માર માર્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અડાજણના કરિયાણા દુકાનદારને ભાગીદારે રૂપિયાની લેતીદેતીમાં 2 પોલીસ કર્મીઓ સાથે મળીને પોતાની ઓફિસે લઈ જઈ માર માર્યો હતો. દુકાનદારને સિવિલમાં દાખલ કરાયો છે. ભાગીદારે ઉધારમાં માલ ખરીદવા લગાડ્યા બાદ પેમેન્ટ ન ચુકવીને સામે 20 લાખની ચોરીનો આળ મુકી માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે.

અડાજણ સૂમન છાયા એપાર્ટમેન્ટ ખાતે રહેતા દિનેશ કાનારામજી દેવાસી(22) પહેલા કરિયાણાની દુકાનમાં કામ કરતા હતા. દિનેશભાઈને તેમના ભાગીદાર મનીષે બે પોલીસ કર્મચારીઓ સાથે મળી પીસીઆર વાનમાં મનીષની ઓફિસે લઈ જઈ માર માર્યો હોવાના આક્ષેપ સાથે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

દિનેશભાઈના ભાઈ નિમેષભાઈએ જણાવ્યું હતું કે, મનીષે પોતે રોકાણ કરવાનુ કહી દિનેશભાઈ સાથે ભાગીદારીમાં દુકાન શરૂ કરાવી હતી. દિનેશભાઈની વેપારીઓમાં ઓળખાણ હોવાથી ઉધારમાં માલ ખરીદવાનું કહી પંદર દિવસમાં પેમેન્ટ આપવાનુ કહ્યું હતું અને માલ ખરીદ્યો હતો. ત્યાર બાદ રોજીંદો વકરો પોતે લઈ જતો હતો અને રૂ.3.5 લાખ જેટલી રકમ પોતે લઈ ગયો હતો.

વેપારીઓની બાકી નહી ચુકવતા વેપારીઓ પોતાનો માલ પરત લઈ ગયા બાદ મનીષે તેમની ઉપર 20 લાખની ચોરીનો આળ મુક્યો હતો. ત્યાર બાદ શૈલેષ અને હાર્દીક નામના પોલીસ કર્મચારીઓ સાથે મળી તેમને મનીષની ઓફિસે લઈ જઈ માર માર્યો હતો અને પોલીસ સ્ટેશનની બહાર મુકી નાસી છુટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...