શહેરમાં ઓનલાઈન છેતરપિંડીની 2 ઘટના બનવા પામી છે. જેમાં ન્યુ રાંદેર રોડના વેપારીને ઓનલાઇન ઇલેકટ્રીકલ મોપેડ લેવાના ચક્કરમાં 1.19 લાખની રકમ ગુમાવી પડી છે. રાંદેર રોડ પર પર્લ હાઇટસમાં રહેતા 25 વર્ષીય મોહંમદ આમીર મોહંમદ ઈલ્યાસ મેમણની સુપર સોલ્ટની દુકાન છે. તેઓ સોશ્યિલ મીડિયા થકી દોઢ લાખની ઇલેકટ્રીકલ મોપેડ લેવા માંગતા હતા. આ માટે વેઇટીંગ બતાવતું હતું.
આથી ગુગલ પર સર્ચ કરી કંપનીના મેનેજરનો નંબર મેળવ્યો હતો. આ નંબર પર વેપારીએ કોલ કરતા મેનેજરે સબસિડી અને મોપેડ આપી દેવાની ખાતરી આપી ટુકડે ટુકડે કરી રૂપિયા 1.19 લાખની રકમ પડાવી લીધી હતી. પછી મોપેડ ન આપી બહાના કાઢવા લાગ્યો હતો. આખરે વેપારીને તેની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં વેપારીએ રાંદેર પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે 3 મોબાઇલ ધારકો સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે.
અન્ય એક ઘટનામાં ટેક્સ કન્સલટન્ટની નોકરી કરતા મોટા વરાછાના સુભાષચંદ્ર સોરઠીયાએ માતા-પિતા માટે ચારધામની યાત્રા માટે હેલિકોપ્ટરનું ઓનલાઇન બુકિંગ કરવું હતું. જે માટે યુવકે ગુગલ પરથી નંબર મેળવ્યો હતો.જેના પર નંબર પર કોલ કરતાં એકાઉન્ટમાંથી 37,760ની રકમ ગુમાવી પડી હતી. આથી યુવકે અંગે અમરોલી પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.