ખંડણી:સુરતમાં કાપડના વેપારીને પાર્સલમાં પિસ્તોલ-કારતુસ મોકલી ધમકી અપાઈ-'તીન કરોડ રૂપિયા દે દો', 24 કલાકમાં કારીગર સહિત બેની ધરપકડ

સુરત3 મહિનો પહેલા
પાર્સલ આપવા આવેલો 17 વર્ષનો કિશોર CCTVમાં કેદ થયો હતો
  • વેપારીને 17 વર્ષનો કિશોર પાર્સલ આપી ગયાનું CCTVમાં કેદ,સાંજે ધમકીભર્યો ફોન આવ્યો

રિંગરોડની શિવશક્તિ માર્કેટના વેપારીને ગુરુવારે એક અજાણ્યા કિશોર દ્વારા અપાયેલા પાર્સલમાંથી પિસ્તોલ અને કારતુસ નીકળ્યા હતા. તેમાં એક ચિટ્ઠી હતી જેમાં ત્રણ કરોડની ખંડણી માંગી હોવાની માહિતી મળી છે પરંતુ પોલીસે માહિતી આપવાનો ઇનકાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શિવશક્તિ માર્કેટના વેપારીને બપોરે 17 વર્ષનો એક કિશોર પાર્સલ આપી જતો રહ્યો હતો. પાર્સલ ખોલતા તેમાં એક પિસ્તોલ અ્ને ચારેક કારતુસ હતા. તેમાં હિંદીભાષામાં લખાયેલી એક ચિટ્ઠી લખી હતી. તેમાં 3 કરોડની ખંડણીની માંગણી કરાઇ હતી. પોલીસે 24 કલાકોમાં વેપારીના કારીગર સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ચિઠ્ઠીમાં ધમકી મળી
જેમાં લખ્યું હતું કે, ‘તીન કરોડ રૂપિયા દે દો, નહીં તો ખતમ કર દેંગે. પુલિસકો બતાનેકી કોશિશ મત કરના વરના દેખ લેના.’ પિસ્તોલ અને ધમકીભરેલી ચિટ્ઠી જોઈને વેપારી ગભરાઈ ગયો હતો વેપારીના અન્ય ત્રણ ભાઈ પણ કાપડનો વેપાર કરે છે. સાંજે આરોપીઓનો ધમકી ભર્યો ફોન પણ આવ્યો હતો. ત્યાર બાદ વેપારીએ સલાબતપુરા પોલીસ સ્ટેશને જઈને તમામ હકિકત જણાવી હતી.ઉચ્ચ અધિકારીઓ સલાબતપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. વેપારીના ઘરે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. મોડી રાત સુધી આ પ્રકરણમાં હજી ફરિયાદ નોંધાઈ નથી.

પોલીસને ગણતરીની કલાકમાં આરોપીઓને પકડવામાં સફળતા મળી.
પોલીસને ગણતરીની કલાકમાં આરોપીઓને પકડવામાં સફળતા મળી.

પોલીસે સીસીટીવીથી તપાસ કરી હતી
પોલીસે આ બાબતે પોલીસે વેપારીના જીવને જોખમ હોવાનું કહીને કાંઈ પણ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. વેપારી ભાઈઓના નામ લોકેશ જૈન, યોગેશ જૈન અને અનિલ જૈન છે. આરોપીએ ચિટ્ઠીમાં વેપારીના ભાઈઓના નામ પણ લખ્યા છે. વેપારીએ સિટીલાઈટ વિસ્તારમાં રહે છે. આરોપીઓએ પિસ્તોલ મોકલીને ધમકી આપી હોવાથી વેપારીઓના ઘરે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ક્રાઈમ બ્રાંચ, પીસીબી પણ પોલીસ સ્ટેશન અને વેપારીના દુકાને પહોંચી હતી. પોલીસે સીસીટીવી ફુટેજ અને મોબાઇલ ફોનની તપાસ આદરી હતી. કેસ દાખલ થયાના 24 કલાકમાં વેપારીના કારીગર સહિત બેની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કારીગર સાગર ભગવાન મહાજન(ઉ.વ.21) અને કિરણ પિતાંમ્બર મહાજન (ઉ.વ.21)નો સામાવેશ થાય છે.

પગાર વધારો ન કરતા મનદુખ હતું
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, આરોપી સાગર હાલ તેની બેનની સાથે આસપાસ નગર ગોડદરા લિંબાયતમાં રહે છે. લોકેશભાઇની દુકાનમાં સાડી પૈકીગનું કામ છેલ્લા આઠ વર્ષથી કરે છે તેમ છતાં તેને પગાર પેટે રૂપિયા 10 હજાર આપતા હતા ત્યારે દુકાનમાં કામ ઉપર નવા આવેલા બીજા યુવકને રૂપિયા 9500 આપતા હતા જેથી પોતાનો પગાર વધારવા વારંવાર કહેવા છતા પગાર વધારો મળ્યો ન હતો. જે બાબતે સાગરને મનદુખ થયું હતું. સાગરે મિત્ર સુરેશ (રહે, સંજયનગર ભોલેબાવાની મંદિર પાસે લિંબાયત સુરત)નું બે મહીના પહેલા મૃત્યુ થયું હતું. જેની અંતીમ વિધી માટે શેઠ પાસે રૂપિયા 10 હજારની માંગણી કરી હતી. વેપારીએ સાગરને જણાવેલ કે, તારા જવાથી તારો મિત્ર જીવીત નહી થશે તેમ કહ્યું હતું ને સાગરને લાગી આવતા વેપારી સાથે બદલો લેવાનું આયોજન કર્યું હતું.

પોલીસે ખંડણીખોરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસે ખંડણીખોરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

મિત્ર પાસેથી રૂપિયા 17 હજારમાં દેશી હાથ બનાવટની પિસ્તોલ ખરીદી
આરોપી સાગરે બદલો લેવાનો હોવાથી યુ-ટ્યુબ ઉપરથી ખંડણી ઉઘરાવી ડી-ગેંગ મુંબઇના વીડિયો જોઇ તેના ઉપરથી વેપારી પાસેથી ડરાવી ધમકાવી ગન મોકલી ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપી આજથી બે મહીના પહેલાં તેના મિત્ર પાસેથી રૂપિયા 17 હજારમાં દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા કાર્ટીસ નંગ-4 ખરીદી ને લાવ્યો હતો. આરોપી રજાના દિવસે લોકેશભાઇના ધરના તથા ફાર્મ હાઉંસના ફોટા પાડતા હતા અને એ ફોટો તેમજ ઇન્ટરનેટ ઉપરથી બીજા ડી ગેંગ મુંબઇના ખંડણી ઉધરાવતા અને ગાડી ઉપર ફાયરીંગ કરેલા ફોટો ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ સંજયનગર સ્ટુડીયોમાંથી પ્રિન્ટ કઢાવતા હતા.

વેપારીના પાડોશીના બાળકના હાથે પાર્સ મોકલાવ્યું હતું
આરોપીએ પોતાના મોબાઇલમાં ગુગલ ટ્રાન્સલેટથી પોતે બોલી તેનુ ઇંગ્લીશમાં ટ્રાન્સલેટ કરી તેને સેવ કરી તેની કોપી આ સંજયનગર સ્ટુડીયો ખાતેથી પ્રિન્ટ કઢાવી હતી. ત્યારબાદ આરોપી સાગરે પિસ્તોલ તથા કાર્ટીસ તથા લોકેશભાઇના ઘરના તથા ફાર્મના ફોટાઓ પાર્સલમાં પૈકીંગ કરી તેના ઘરની બાજુમાં રહેતા બાળકની મદદથી વેપારીની દુકાનમાં મોકલાવ્યા હતા.