તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:કુલ કોરોના આંક 64 હજારને પાર, 2 દિવસમાં 1321 પોઝિટિવ, 8નાં મોત

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 38 દિવસ બાદ 644 સંક્રમિતોની સામે 695 સાજા થયાં, કુલ 1299 સાજા થયા

છેલ્લા બે દિવસમાં શહેરમાં 1166 અને જિલ્લામાં 155 કેસ સાથે વધુ 1321 કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંખ્યા 64 હજારને પાર કરી 64451 થઈ ગઈ છે. છેલ્લા બે દિવસમાં શહેરમાં 7 અને જિલ્લામાં 1 મળી શહેર જિલ્લામાં 8 કોરોના દર્દીના મોત નિપજ્યા છે. તેની સામે છેલ્લા બે દિવસમાં શહેરમાંથી 1104 અને જિલ્લામાંથી 195 દર્દીઓ મળી 1299 કોરોના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.

20 ફેબ્રુઆરીએ 51 પોઝિટિવ કેસ નોંધાયા હતા તેની સામે 54 દર્દીઓ સાજા થયા હતા. 38 દિવસ બાદ મંગળવારે 644 પોઝિટિવની સામે 695 દર્દીઓ સાજા થયા છે. શહેરમાં આવેલી વિવિધ પ્રકારની દુકાનો, મોલ, ડાયમંડ-ટેક્સટાઇલમાં કામ કરતા કારીગરો અને માલિકો જેમની ઉંમર 45 વર્ષથી વધુ હોય તેમને 1 એપ્રિલથી 7 એપ્રિલ સુધીમાં વેક્સીન સુચના પાલિકાએ આપી છે. આ સાથે વેક્સીન લીધા બાદ તેઓઓ ફર્સ્ટ વેક્સીન લીધી હોવાનું બોર્ડ દુકાનની બહાર રાખવા જણાવાયુ છે.

માઇક્રો કન્ટેઇન્મેન્ટ એરિયા 1763 થયા
શહેરમાં ફેબ્રુઆરી મહિનાના અંતે માત્ર 320 માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોન હતા. જે વધીને 1763 વિસ્તારોને માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોન જાહેર કરાયા છે. માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોનની સંખ્યા વધવા છતાં સંક્રમણ દર પર કાબુ મેળવવામાં તંત્રને સફળતા મળી રહી નથી. પ્રતિ દિવસ 50 જેટલા એરિયા વધી રહ્યા હોવાની માહિતી મળી છે.

પેટ્રોલ પંપ-મોબાઇલ શોપમાં ટેસ્ટિંગ શરૂ

પેટ્રોલ પંપમોબાઇલ શોપ
ઝોનટેસ્ટચેપટેસ્ટચેપ
રાંદેર622530
ઉધના477273
અઠવા12441617
લિંબાયત9911052
સેન્ટ્રલ490520
વરાછા-એ1050620
વરાછા-બી15401870
કતારગામ----741

​​​​​​​

306માંથી 24 ટકા બેડ ભરાયા
નવી સિવિલ હોસ્પિટલમાં 2225, સ્મીમેરમાં 821 અને ખાનગી કોવિડ-19 હોસ્પિટલમાં 2000થી વધુ બેડ છે. જેની સામે નવી સિવિલમાં 257, સ્મીમેરમાં 237, ખાનગીમાં 989 બેડ ભરાયા છે. આમ કુલ 5306 બેડની સામે 24 ટકાથી વધુ જેટલા બેડ ભરાયા છે. મહિના પહેલા શહેરમાં કુલ એક્ટીવ કેસ પૈકી માત્ર 88 દર્દીઓ જ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તે વધીને 952 થઈ ગયો છે. ફેબ્રુઆરી 28મીએ નવી સિવિલમાં 16 અને સ્મીમેરમાં માત્ર 13 દર્દીઓ દાખલ હતા. જે હાલ વધીને અનુક્રમે 257 અને 237એ પહોંચી ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો