તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:277 કોરોના પોઝિટિવ સાથે કુલ સંખ્યા 42 હજારને પાર

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુ બે દર્દીનાં મોત, 204 સાજા થયા

શહેરમાં જિલ્લામાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. બુધવારે પણ શહેરમાં 221 અને જિલ્લામાં 56 કેસ સાથે શહેર જિલ્લામાં વધુ 277 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 42 હજારને પાર કરી 42239 થઈ ગઈ છે. બુધવારે શહેરમાં વધુ બે કોરોના પોઝિટિવ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 1047 થઈ ગયો છે. બુધવારે શહેરમાંથી 187 અને જિલ્લામાંથી 17 દર્દીઓ મળી 204 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જોકે વધી રહેલા કેસની સાથે સાથે શહેરમાં એક્ટિવ દર્દીઓની સંખ્યામાં પણ ફરીથી વધારો થઈ રહ્યો છે. બુધવારે એક્ટિવ દર્દીઓની સંખ્યા 1607 થઈ ગઈ છે.

શહેરમાં બુધવારે વધુ બે કોરોના પોઝિટિવ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જેમાં ઉધના વિસ્તારમાં રહેતી 27 વર્ષીય મહિલા અને ઉધના વિસ્તારમાં જ રહેતા 83 વર્ષીય વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

હીરાના વેપારી, ONGCના ઇજનેર, પ્રોફેસર સહિત અનેકને કોરોનાનો ચેપ
શહેરમાં બુધવારે હીરાના વેપારી, ઓએનજીસીના એન્જિનિયર, યુનિવર્સિટીના પ્રોફેસર, બેંક કર્મચારીઓ સહિત અનેક કોરોનામાં સપડાયા હતા. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં 2 હીરાના વેપારી, એડવોકેટ, કાપડના વેપારી, ડોક્ટર, ઓએનજીસીના એન્જિનિયર, યુનિવર્સિટીના પ્રોફેસર, શારદાયતન સ્કુલના ટીચર, વિદ્યાર્થી, ક્રાઈમ બ્રાંચના હેડ કોન્સ્ટેબલ, બેંક કર્મચારી, રાંદેર ઝોનમાં બેંક કર્મચારી, જમીન દલાલ, પીઠાવાલા કોલેજના પ્રોફેસર, રત્નકલાકાર, પાલિકાના વિજીલન્સ ઓફિસર, ડિમાર્ટના મેનેજર, વિડીયો એડિટર, યાર્ન દલાલ, ડોક્ટર, વરાછા ઝોનમાં કાપડ વેપારી, 2 એમ્બ્રોઈડરી કારખાનેદાર, રત્નકલાકાર, સેન્ટ્રલ ઝોનમાં ગ્રાફિક ડિઝાઈનર, પાલિકાના સફાઈ કામદાર, લિંબાયત ઝોનમાં લૂમ્સ કારખાનેદાર, વિદ્યાર્થી, કતારગામ ઝોનમાં ડોક્ટર, 3 રત્નકલાકાર, બેંક મેનેજર, ફાર્મા કંપનીના કર્મચારી અને સાઉથ ઝોનમાં વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કોંગી નગરસેવક ઇકબાલ બેલીમનું નિધન: શોકમાં આજે મુખ્ય પાલિકા કચેરી બંધ રહેશે
સુરત મહાનગર પાલિકાના લિંબાયત વોર્ડમાં સતત બે ટર્મથી ચુંટાતા કોંગ્રેસના નગર સેવક અને સમાજના અગ્રણી ઇકબાલ બેલીમનું બુધવારે બપોરે નિધન થયું હતું. તેઓ વોર્ડ નં. 24 લિંબાયત-ઉધના વોર્ડના કોર્પોરેટર અને કોંગ્રેસપક્ષના દંડક હતાં. સતત બે ટર્મથી નગરસેવક તરીકે ચુંટાઈ આવ્યા હતા અને સમાજમાં પણ તેઓ અગ્રણી હતા. સીટીંગ કોર્પોરેટરના નિધનને પગલે આવતીકાલે ગુરુવારે સુરત મહાનગર પાલિકાની કચેરી, શાળા બોર્ડની કચેરી તથા સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં જાહેર રજા પાળવામાં આવશે. પરંતુ મનપાની ખાસ આવશ્યક સેવાઓ ની કામગીરી ચાલુ જ રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...