તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પેશ્યલ ટ્રેનોના સમયમાં ફેરફાર:શતાબ્દી સહિત 10 ટ્રેનોના ટાઈમ ટેબલમાં ફેરફાર થયો

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાંદ્રા-અમૃતસર ટ્રેન ચંદીગઢ સુધી દોડશે

પ.રેલવે દ્વારા શતાબ્દી સહિત વધુ 10 સ્પેશ્યલ ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો છે. મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ સવારે 6.40 વાગ્યે ઉપડી 12.55 વાગ્યે અમદાવાદ પહોંચશે. મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ ડબલડેકર બપોરે 2.30 વાગ્યે ઉપડી 9.25 વાગ્યે અમદાવાદ પહોંચશે. બાંદ્રા ટર્મિનસ-જોધપુર સુપરફાસ્ટ જોધપુરથી સાંજે 7.30 વાગ્યે ઉપડી બીજા દિવસે સવારે 11.30 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. બાંદ્રા ટર્મિનસ -અજમેર સુપરફાસ્ટ બાંદ્રાથી સાંજે 5.20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 10.30 વાગ્યે અજમેર પહોંચશે.આજ રીતે વડોદરા-વારાણસી સુપરફાસ્ટ, બાંદ્રા ટર્મિનસ -જમ્મુતવી, ઉદયપુર -વિજયનગર સુપરફાસ્ટ, જયપુર-હૈદરાબાદ સાપ્તાહિક સ્પેશ્યલ, સિકંદરાબાદ-હિસાર અને મુંબઇ સેન્ટ્રલ-ઓખા સુપરફાસ્ટનો સમય પણ બદલાયો છે.

પંજાબમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લીધે રેલવેની વધુ ટ્રેનોને અસર થઈ છે. 3 ડિસેમ્બરની બાંદ્રા ટર્મિનસ-અમૃતસર સ્પેશ્યલ ટ્રેનને ચંડીગઢ શોર્ટ ટર્મિનેટ કરી દેવાઈ છે. આ ટ્રેન વળતામાં અમૃતસરને બદલે ચંડીગઢથી જ ઉપડશે. આ ઉપરાંત અમૃતસર -મુંબઇ સેન્ટ્રલ સ્પેશ્યલ ટ્રેન ડાયવર્ટ કરવામાં આવેલા રૂટથી દોડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો