પર્વ વિશેષ:11મીએ સવારે 10:39 પછીનો સમય રક્ષાબંધન ઉજવવા માટે અતિ ઉત્તમ

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મૂહુર્ત ઓછા સમયનું હોવાથી નિયત સમયે રક્ષાબંધન કરવાનું રહેશે

આ વખતે બળેવની પૂનમમાં ગુરુ અને શુક્રવાર બંને દિવસ આવતા હોવાના કારણે ઘણા બધા લોકોને મૂંઝવણ છે મોટાભાગના લોકો 11 ઓગસ્ટ ગુરુવારે રક્ષાબંધન કરશે. 11 ઓગસ્ટ સવારે 10 39 થી 852 સુધી બધા છે અને શાસ્ત્ર અનુસાર રક્ષાબંધનનો તહેવાર ભદ્રા મુક્ત રહેશે 11મી ચલનું ચોઘડિયું રાત્રે 8 :52 થી 9:48 સુધી રહેશે રાત્રે 8:52 વાગ્યા પછી રાખડી બાંધવી યોગ્ય રહેશે માત્ર 56 મિનિટ છે.

જ્યોતિષ દીપક મહેતાએ જણાવ્યું હતું કે આપણે ગુજરાતમાં દરેક પર્વમાં અલગ અલગ માન્યતાઓ ને પ્રમાણ માનતા હોઈએ છીએ પરંતુ દરેક વ્યક્તિએ પંચાંગ પ્રમાણે ચાલવું જોઈએ આ વખતે રક્ષાબંધનમાં એકદમ ઓછા સમયનું હોવાથી નિયત સમયે બહેનોએ રક્ષાબંધન કરવાનું રહેશે.

આ વખતે મકર રાશિના ચંદ્રમાં વિષ્ટકરણ દોષ કારક નથી
અભિજીત મુહૂર્ત બપોરે 12.26થી 1.18, સવારે ચલ 11.15થી 12.42, બપોરે લાભ 12.52થી 2.29, અમૃત 2.29થી 4.06, સાંજે શુભ 5.43થી 7.20, પ્રદોષકાળ પ્રમાણે 7.21થી 8.49, રાત્રે અમૃત 7.20થી 8.43, ચલ 8.43થી 10.06

બળેવમાં ભૂદેવો જનોઈ બદલશે
રક્ષાબંધનની સાથે સાથે શ્રાવણી પૂનમ એટલે કે બળેવની પૂનમ બ્રાહ્મણો માટે ખૂબ જ મહત્વનો દિવસ ગણાય છે.તે દિવસે યજુર્વેદી બધા જ બ્રાહ્મણો કોઈ નદી કિનારે અથવા દેવાલય પ્રાંગણમાં સામૂહિક રીતે મળીને જનોઈ બદલે છે.

રાશિ અનુસાર રાખડી

 • મેષ ઃ લાલ, કેસરી, પીળો રંગ
 • વૃષભઃ વાદળી અથવા ચાંદીની
 • મિથુન ઃ લીલા રંગની રાખડી
 • કર્કઃ સફેદ દોરથી અથવા મોતીથી બનાવેલ રાખડી
 • સિંહઃ ગુલાબી, લાલ, કેસરી રંગ
 • કન્યા ઃ સફેદ અથવા લીલા રંગની રાખડી
 • તુલા ઃ જાંબલી રંગી રાખડી
 • વૃશ્ચિક ઃ લાલા રંગની રાખડી
 • ધનઃ પીળા રંગની રાખડી
 • મકર ઃ લાલ અથવા મરૂન રંગની રાખડી
 • કુંભઃ રૂદ્રાક્ષથી બનેલી રાખડી
 • મીનઃ પીળા અથવા સફેદ રંગની રાખડી.
અન્ય સમાચારો પણ છે...