તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ATMમાં કેમેરા તરફ જોવાનું કહી ઠગોએ રૂપિયા ઉપાડી લીધા

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાંડેસરાનો યુવક રૂપિયા જમા કરાવવા ગયો હતો
  • ફુટેજથી બંને ઠગને પકડવા ચક્રો ગતિમાન

પાંડેસરામાં બે ગઠીયાએ એટીએમ માં પૈસા ભરવાના બહાને ઊભા રહી ગ્રાહકની નજર ચુકવી કાર્ડ બદલી 71 હજારથી વધુની રકમ ઉપાડી લીધી છે. ઠગએ ગ્રાહકને કહ્યું કે પૈસા નાખતી વખતે કેમેરા તરફ જોવાનું કહી એમ કહી એટીએમ કાર્ડ બદલી નાખ્યો હતો. વડોદગામ ક્રિષ્ના નગર સોસાયટીમાં રહેતા અને દવાની દુકાનમાં નોકરી કરતો વિશ્વનાથ રામચંદ્ર મિશ્રા 21મી જુલાઈએ ભેસ્તાન એસબીઆઈના એટીએમમાં 90 હજાર ભરવા ગયો હતો. એટીએમમાં પૈસા ભરવા ગયો ત્યારે બે ઇસમ પાછળ હતા.

ગ્રાહકે 90 હજારની રકમ મશીન દ્વારા ખાતામાં જમા કરાવી તે સમયે એક ઠગએ વાતમાં નાખી કેમેરા સામે જોવાનું કહી એટીએમ કાર્ડ બદલી નાખ્યો હતો. ઠગ ટોળકીએ એટીએમ કાર્ડથી પહેલા 10 હજારના 4 ટ્રાન્જેકશનો મળી 40 હજાર પાંડેસરા ભેદવાડ ખાતેથી ઉપાડી પછી 10200નું પાંડેસરા દક્ષેશ્વર મંદિર પાસેથી પેટ્રોલપંપ સ્વાઇપ કરાવ્યો ઉપરાંત 1228 રૂપિયા અઠવાલાઇન્સના ઘીરજ સન્સમાંથી ખરીદી કરી હતી.

જયારે 9400 ગેરેજ અને પેટ્રોલપંપ સ્વાઇપ કર્યા તેમજ 9600 રાજેન્દ્ર શાહના ખાતામાં ટ્રાન્સફર કર્યા કરી કુલ 71,428ની રકમ ઉપાડી લીધી હતી. પાંડેસરા પોલીસે વિશ્વનાથ મિશ્રાની ફરિયાદ લઈ ચીટીંગનો ગુનો નોંધી બેંકના એટીએમ,પેટ્રોલપંપ, મોલ સહિતના સીસીટીવી ફૂટેજ મેળવી ઠગોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...