તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પુણાથી 3.90 લાખની ચોરીની 19 બાઇક સાથે ચોર ઝડપાયો

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પુત્રના અભ્યાસ માટે ચોરી કરતો હોવાનું રટણ

પુણાગામ સીતાનગર ચોક પાસેથી એક વાહનચોરને ક્રાઇમબ્રાંચે પકડી પાડી ચોરીની 20 પૈકી 19 બાઇકો 3.90 લાખની કબજે કરી છે. આરોપી વડલીગામથી બસમાં સુરત આવતો હતો. રિક્ષામાં કે ચાલતો માર્કેટ અને હોસ્પિટલમાં જઈ બાઇકની ચોરી કરતો હતો. ચોરી કરવા તે મોઢા પર માસ્ક અને ટોપી પહેરીને આવતો હતો.છોકરાના ભણતર માટે રૂપિયાની જરૂર હોવાથી બાઇકોની ચોરી કરતો હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું.

આ પૂર્વે વર્ષ 2014 થી 2019 સુધીમાં સુરત સહિત 15 પોલીસ સ્ટેશનોમાં વાહનચોરીમાં સુભાષ ઉર્ફે સુભો કિશન વળવી (40 )(રહે,વડલીગામ, તાપી) પકડાયો હતો. સ્ટીયરીંગ લોક ન હોય તેવી બાઇકો રિંગરોડની માર્કેટો તેમજ સ્મીમેરમાંથી ચોરી કરતો હતો.

અત્યાર સુધીમાં ચોરે વરાછામાંથી 10, પુણામાંથી 3, અડાજણમાંથી 3, અઠવા અને પાંડેસરામાં બબ્બે બાઇકોની ચોરી કરી હતી. ચોરીની એક બાઇક ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં કબજે કરી છે. આરોપીના 3 સંતાનો છે. જેમાં બે પુત્રો અને એક પુત્રી છે. મોટો પુત્ર કીમમાં ડિપ્લોમા અભ્યાસ કરે છે. જેના ભણતર માટે રૂપિયાની જરૂર હતી. જેથી 8-10 મહિનાથી બાઇકોની ચોરી કરતો હતો. ચોરી કરેલી બાઇકો જ્યાં કોઈની અવરજવર ન હોય ત્યાં મુકી બાદમાં વેચવાનો પ્લાન હતો.

અન્ય સમાચારો પણ છે...