ઉધના પોલીસે બાતમીના આધારે એક ચેન સેન્ચરને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી એક ચેન કબજે કરી છે. આ આરોપી માત્ર પુરુષોના ગળામાંથી ચેન ચોરી કરતા હતા. ઉધના પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે એએસઆઈ પ્રદીપ જગદમ્બાપ્રસાદને બાતમી મળી હતી કે, પુરુષોના ગળામાંથી સોનાની ચેન ચોરી કરનાર ઝાંસીની રાણી બાગ પાસેથી પસાર થવાના છે.
બાતમીના આધારે પોલીસે ઝાંસીની રાણી બાગ પાસેથી આરોપી મોન્ટુ અરૂણ નાહક( રહે. પુનિત નગર, કૈલાસ નગર ચોકડી પાસે, બમરોલી રોડ, પાંડેસરા. મૂળ રહે. આસકા, જિલ્લો ગંજામ, ઓરીસા)ને પકડી પાડવા માટે વોચ ગોઠવી હતી. ત્યારે આરોપીને બાઈક સાથે ઝડપી પાડ્યો હતો. તેના પાસેથી એક ચેન કબજે કરી છે.આરોપીના સાગરીત સંજય યાદવને પોલીસ શોધી રહી છે.
આરોપીએ પોલીસને કહ્યું કે તે માત્ર પુરુષોના ગળામાંથી ચેન ચોરે છે. તે મહિલા અને બાળકોને હેરાન નથી કરતો. અત્યારસુધી ત્રણ જણાના ગળામાંથી ચેન ચોરી હોવાની કબૂલાત આરોપી દ્વારા કરવામાં આી છે. આરોપી મોન્ટુ ચેન ચોરી કરીને ફાઈનાન્સ કંપનીમાં ગીરવે મુકીને વ્યાજે રૂપિયા લેતો હતો. ત્યાર બાદ તે ચેન છોડાવવા જતો ન હતો. નોંધનીય વાત એ છે કે, તે માત્ર પુરુષોને જ ટાર્ગેટ કરતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.