સુરતમાં ફરી એકવાર હીરાની ઓફિસમાં ચોરીની ઘટના સામે આવી છે. વરાછા વિસ્તારમાં અજાણ્યા ઇસમે રૂપિયા 15 લાખના હીરાની ચોરી કરતા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મીની બજાર વિસ્તારમાં હીરાની ઓફિસમાં ચોરી થતા વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે.
ત્રણ ઓફિસના તાળા તોડી ચોરીને આપ્યો અંજામ
વરાછા વિસ્તારમાં આવેલા ઠાકોર દ્વાર સોસાયટીમાં હીરાની ઓફિસમાં ચોરી થવાની ઘટના સામે આવી છે. હીરાની ઓફિસમાં ઘૂસવા માટે ડ્રિલ મશીન વડે ઓફિસના આગળના ભાગને ગ્રીલ તોડી નાખે છે. ત્યારબાદ ઓફિસની અંદરના તાળા તોડીને અંદર પ્રવેશે છે. મોડી રાતે ચોર દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવી છે.
ચોરી કરનાર ઇસમ સીસીટીવીમાં થયો કેદ
હીરા ઓફિસના કર્મચારી ભરતભાઈ એ જણાવ્યું કે, વરાછાના મીની બજારમાં આવેલી અમારી ઓફિસમાં મોડી રાતે કોઈ અજાણ્યો ગ્રીલ તોડી બારણાના તાળા તોડીને અંદર પ્રવેશ્યો હતો અને ત્યારબાદ તેઓને ડ્રોવરમાંથી અંદાજે 15 લાખ રૂપિયાના હીરાની ચોરી કરી હતી. ઓફિસમાં બે ત્રણ દુકાનનો માલ એક જ જગ્યા પર મૂકવામાં આવ્યો હતો. આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનને જાણ કરતા ફરિયાદ નોંધ વરાછા પોલીસે તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજમાં દેખાતા ચોરને ઝડપી પાડવા માટે વરાછા પોલીસ કામે લાગી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.