લગ્નસરાની સિઝન:કાપડ માર્કેટમાં માત્ર ચાર જ દિવસનું દિવાળી વેકેશન હશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાકાળમાં પહેલી વખતે શહેરના કાપડ બજારમાં તેજી જોવા મળી રહી છે. જેના પગલે આ વખતે દિવાળીનું વેકેશન માત્ર 4 દિવસનું જ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લાભપાંચમના દિવસથી માર્કેટની તમામ દુકાનો રાબેતા મુજબ ખોલી દેવામાં આવશે.

ગત દિવાળીએ પણ ખાસ ધંધો થયો ન હતો. કાપડ બજારની ગાડી ફરીથી પાટે ચડતા ફોસ્ટા દ્વારા દિવાળી વેકેશનને ટૂંકાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ દ્વારા દિવાળી વેકેશન દર વર્ષે 10 દિવસ સુધીનું રાખવામાં આવતું હોય છે. પરંતુ આ વર્ષે માત્ર 4 જ દિવસનનું વેકેશન રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વર્ષે ટેક્સટાઈલ માર્કેટમાં 5 નવેમ્બરથી 8 નવેમ્બર સુધી જ વેકેશન રહેશે. 9મી નવેમ્બરને મંગળવારના રોજ લાભ પાંચમથી ટેક્સટાઈલ માર્કેટની દુકાનો રાબેતા મુજબ ખુલી જશે.

કાપડની માંગ વધારે હોવાથી વેકેશન કપાયું
‘દિવાળીમાં ટેક્સટાઈલ પ્રોડક્ટની માંગ વધારે છે, અને દિવાળી બાદ લગ્નસરાની સિઝન શરૂ થઈ રહી છે જેના કારણે ટેક્સટાઈલ માર્કેટમાં વેકેશન અડધું કરી નાંખવામાં આવ્યું છે.’ > મનોજ અગ્રવાલ, ફોસ્ટાના પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...