સુરતના સમાચાર:મંત્રા ખાતે ટેકસટાઇલ કમિશનર દ્વારા બે દિવસીય કાર્યક્રમમાં ટફ સહિત કાપડ ઉદ્યોગકારોના પ્રશ્નોનું નિરાકરણ કરાયુ

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેક્સટાઇલ કમિશનરના ઓફિસરોને જુદી-જુદી ચાર ઓફિસો ફાળવવામાં આવી

મંત્રા ખાતે ટેક્સટાઇલ કમિશનર વસ્ત્ર મંત્રાલય ભારત સરકાર દ્વારા TUFની જુદી-જુદી સ્કીમ ના પડતર પ્રશ્નો/ક્લેઇમ ના નિકાલ માટે આયોજિત બે દિવસીય કેમ્પ સફળ રહ્યો હતો. કેમ્પમાં ઉદ્યોગકારો ના દાવાઓ સહિતના પ્રશ્નોનું યોગ્ય નીરાકરણ લાવવામાં આવ્યું હતું . કેમ્પનું ઉદઘાટન રાજ્ય કક્ષાના ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશે કર્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી ડિરેક્ટર જનરલ ઉષા પોલ તથા એડિશનલ કમિશનર એસ. પી વર્મા સાહેબ હાજર રહ્યા હતા.

મંત્રીએ નિરીક્ષણ કર્યુ
દર્શનાબેને મંત્રાની ખાસ કરીને ટેક્નિકલ ટેક્સટાઇલને લગતી મશીનરી/સાધનોનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રાની આધુનિક સવલતોના નિર્દેશન બાદ તેઓ પ્રભાવિત થયા હતા. તથા મંત્રાએ પોતાનું માર્કેટિંગ કરવું જોઈએ એવો મત વ્યક્ત કર્યો હતો. TUFના પ્રશ્નોના નિકાલ બાબતે ચર્ચા કરતાં તેમણે જણાવ્યું હતું કે, ઘણા કેસોમાં ઔધૌગિક યુનિટ દ્વારા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવ્યા નથી. તેમજ મોટા ભાગના કિસ્સામાં પ્રત્યક્ષ ઇન્સ્પેક્શન માટે યુનિટોએ રસ દર્શાવ્યો નથી.

કેસોનો નિકાલ કરાયો
આ બે દિવસના કેમ્પમાં મંત્રા દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી અને ટેકસટાઇલ કમિશનરના ઓફિસરોને જુદી-જુદી ચાર ઓફિસો ફાળવવામાં આવી હતી. જેમાં સુરતના ઉદ્યોગકારોના પેન્ડિંગ સબસિડીના કેસોનો યોગ્ય ઉકેલ/નિકાલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયામાં 32 બેન્કના નોડલ ઓફિસરોને પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...