તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ભાડુઆતે દુકાનના બોગસ ડોક્યુમેન્ટ બનાવી દુકાન નંબર બદલી નાંખીને કબજો કરી લીધો

સુરત13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સલાબતપુરામાં માર્કેટના બિલ્ડર અને ભાડુઆત સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ

સલાબતપુરામાં ભાડુઆતે દુકાનને લગતા બોગસ ડોક્યુમેન્ટ બનાવી કબજો કરી લેતા ભાડુઆત અને કહેવાતા બિલ્ડર વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે. ભટારમાં ઉમા ભવન પાસે જય અંબે સોસાયટીમાં રહેતા ભરત કરમચંદ તલરેજા રાધાક્રિષ્ણ ટેક્સટાઈલ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. તેમના પિતાએ 1992માં હરીઓમ માર્કેટમાં એક દુકાન ખરીદી હતી. એપ્રિલ 2010માં વેંકટેશ સોમૈયા વેમુલાએ ભરતના પિતા પાસે આ દુકાન ભાડેથી આપી હતી.

ભરતે વેંકટેશ પાસે ભાડુ માગંતા માર્કેટના બિલ્ડર કાંતિ પુનમચંદ શાહે વિશ્વાસ અપાવ્યો કે વેંકટેશ ભાડુ આપશે. સિક્યુરીટી પેટે 5.15 લાખના ચેક આપ્યા હતા. છતાં વેંટકેશે ભાડુ ન આપતા દુકાન ખાલી કરવાનું કહેતા ઉશ્કેરાઈને દુકાન મારી છે ખાલી કેમ કરૂં કહી ધમકી આપી હતી. કાંતિ શાહે પણ હાથ ઉંચા કરી દીધા હતા. વેંકટેશે બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરીને દુકાનનો નંબર બદલી એસએમસીમાં પોતાનું નામ ચઢાવી દીધું હતું.જેથી વેંકટેશ અને કાંતિ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

ભરથાણાની જમીન પચાવવાના કેસમાં નવસારીના વિક્રમ નાયકની ધરપકડ
અમરોલી ભરથાણાની જમીન પચાવી પાડવાના મામલે પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટના ગુનામાં કડોદરાની ડાઈંગ મિલમાં નોકરી કરતા વિક્રમ ભાસ્કર નાયક(53) (રહે,જમાલપોર,નવસારી)ની ધરપકડ કરી છે. કોર્ટે તા.19મી સુધીના રિમાન્ડ આપ્યા છે. ભરથાણામાં રહેતા ચંદ્રકાંત રતિલાલ નાયક અને તેના બે પુત્રો અને એક પુત્રી સાથે હાલ લંડનમાં છે.તેમની માલિકીની જમીનમાં બોગસ પાવર ઓફ એટર્ની આરોપી વિક્રમ નાયકે પોતાના નામે બનાવી જમીન વેચવાનો પ્રયાસ કર્યો છે. બોગસ પાવરમાં મૂળ માલિકોની જગ્યાએ અન્યોના ફોટો લગાવી મૂળ માલિકો દર્શાવ્યા હતા.ન્યુઝ પેપરમાં નોટીસ આવી ત્યારે લંડનમાં રહેતા પરિવારને આ અંગેની ખબર પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો