કામગીરી:ઉધના મગદલ્લા રોડ પહોળો કરવા મંદિર, ચોકી અને 83 દુકાનો તોડાશે

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોડને 60 મીટરનો કરવા લાઇનદોરી મુકવા મંજૂરી મંગાઇ
  • ગુરુવારની​​​​​​​ સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય લેવાશે

ઉધના-મગદલ્લા રોડના સોસિયો સર્કલથી નવજીવન સર્કલ સુધીમાં ટ્રાફિક ભારણ હળવો કરવાની સાથે ડેવલપમેન્ટ પ્લાન માટે હયાત 60 મીટરના ટીપી રસ્તાના અમલ માટે વર્ષ 2018થી વિવિધ પ્રક્રિયા હેઠળ પેન્ડિંગ લાઇનદોરીનું પાલન કરવા પાલિકાએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજુરી માંગી છે. એલાઇન્ટમેન્ટની અસર હયાત મિલકતોના કુલ 28 ફાઇનલ પ્લોટને થાય તેમ છે. જેમાં એક ધાર્મિક સ્થળની સાથે હાઇરાઇઝ, લો રાઇઝ, 83 દુકાનો, પતરાના શેડ તથા એક પોલીસ ચોકીનો પણ સમાવેશ થઈ રહ્યો છે.

ઉધના-મગદલ્લા મુખ્ય માર્ગ અન્ય પોશ વિસ્તારોની સાથે યુનિવર્સિટી તથા સરકારી કચેરીઓ તેમજ કોર્પોરેટ ઓફિસોને પણ જોડતો હોવાથી ટ્રાફિક ભારણ રહે છે. ખાસ કરીને સોસીયો સર્કલથી નવજીવન સર્કલ સુધીના માર્ગ પર ઘેરી સમસ્યા છે. આગામી 25મીના રોજ મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં આ અંગે ચર્ચા કરાશે. બીજીતરફ આંજણામાં કેનાલ રોડ સ્થિત અનવર નગર, આંબેડકર નગર ખાતેથી પસાર થતા રોડ પર 60 મીટર પહોળો કરવા લાઇનદોરી મુકવા સ્થાયી સમિતિની મંજુરી મંગાઇ છે. કુલ 24 વાંધાઓ પર ચર્ચા બાદ પાલિકાએ લાઇનદોરીના અમલ માટે તૈયારી બતાવી છે. જોકે આ મુદ્દે પણ 25મીએ મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાશે.

સોસિયો સર્કલથી નવજીવન સુધી ડિમોલિશન શક્ય
સોસીયો સર્કલથી નવજીવન સર્કલ સુધીના રોડ પર એલાઇન્ટમેન્ટ મુકવાની પ્રક્રિયાને પગલે સ્થાનીકોમાં કચવાટ ઊભો થયો છે. લાઇનદોરીની આ પ્રક્રિયા મંજુર થાય તો એક ધાર્મિક સ્થળ, એક હાઇરાઇઝ, એક લોરાઇઝ, 83 દુકાનો, 22 પતરાંના શેડ અને એક પોલીસ ચોકીને આંશિક અસર થાય છે.

અન્ય સમાચારો પણ છે...