તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:તાપમાન 4 ડિગ્રી વધી 38ને પાર થતાં આકરી ગરમી શરૂ, રાત્રિનું તાપમાન 24.3 ડિગ્રી, હજુ ગરમી વધશે

સુરત10 દિવસ પહેલા
 • કૉપી લિંક

શહેરમાં ફરી એકવાર આકરી ગરમી શરૂ થઇ ગઇ છે. આજે એક જ દિવસમાં મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો નોંધપાત્ર વધારો થયો છે. જેથી બપોરે અસહ્ય ગરમીથી લોકોની હાલત કફોડી બની હતી. દરિયાઇ ઠંડા પવનોનું જોર ઘટી જતાં તાપમાનમાં વધારો થયો છે. છેલ્લા બે દિવસમાં મહત્તમ તાપમાનમાં 5.5 ડિગ્રીનો નોંધપાત્ર વધારો થઇ ગયો છે. આગામી દિવસમાં હજુ ગરમીનો પારો વધશે. જેથી શહેરીજનોએ ચામડી દઝાડતી ગરમીનો સામનો કરવો પડશે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે ‘મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.3 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 78 ટકા અને સાંજે 30 ટકા રહ્યું હતું. વેસ્ટ દિશાથી 7 કિ.મીની ગતિએ પવન ફૂંકાઇ રહ્યા છે. છેલ્લા અઠવાડિયાથી શહેરમાં દરિયાઇ ભેજયુક્ત ઠંડા પવનોની પેટર્નને લઇ તાપમાન 32થી 33 ડિગ્રી વચ્ચે નોંધાતું હતું. જેથી શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી. જો કે હવે દરિયાઇ પવનોની ગતિ મંદ પડતાં કાળઝાળ ગરમી શરૂ થઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો