સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી વરસાદે લગભગ વિરામ લઈ લીધો છે. શહેરમાં આખો દિવસ ઉઘાડ નિકળતા ગરમીનું પ્રમાણ નોંધપાત્ર વધ્યું છે. જેમાં મહત્તમ તાપમાનમાં દોઢ ડિગ્રીનો વધારો નોંધાયો છે. આ સાથે જ ગરમીનો પારો દિવસે 33 ડિગ્રી નજીક પહોંચ્યો છે.હવામાન વિભાગ તરફથી આગામી બે દિવસ માટે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ઉકાઇ ડેમની સપાટી 334 ફૂટ નજીક પહોંચી છે. ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવાનું યથાવત છે. રૂલ લેવલ 333 ફૂટ જાળવવા માટે પાણી છોડવાનું યથાવત રાખવામાં આવ્યું છે.
રાતે 8 કલાકે ઉકાઇ ડેમની સપાટીમાં 333.90 ફૂટ નોંધાઇ છે. વિયર કમ કોઝવેની સપાટી 8.1 મીટર છે. હથનુર ડેમની સપાટી 209.250 મીટર છે. જ્યારે ડેમમાંથી 36 હજાર ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર શહેરનું મહત્તમ તાપમાન 32.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 79 ટકા અને સાંજે 67 ટકા રહ્યું હતું. વેસ્ટ દિશાથી 7 કિ.મીની ગતિએ પવનો ફૂંકાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.