વરસાદની આગાહી:વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાન ત્રણ ડિગ્રી ગગડ્યું

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તા.18થી બે દિવસ વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે બુધવારે શહેરમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે શહેરના મહત્તમ તાપમાનમાં ૩ ડિગ્રી ઘટાડો નોંધાતા ઠંડકનો અનુભવ થયો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણની આગાહી કરાઈ છે. બુધવારે બપોર બાદ વાતાવરણમાં ફેરફાર દેખાયો હતો.

જેની સાથે શહેરના મહત્તમ તાપમાનમાં ૩ ડિગ્રીનો ઘટાડો થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, શહેરનું મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી જ્યારે લઘુત્તમ 25.4 ડિગ્રી હતું. તા.18મીથી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...