તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદની આગાહી:તાપમાન 1 ડિગ્રી ઘટ્યું પણ બફારો યથાવત, 2 દિવસ વરસાદની વકી

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શનિવારે બે ઇંચ વરસાદ પડ્યા પછી રવિવારે વિરામ
  • ઉપરવાસમાં વરસાદથી ઉકાઇ ડેમમાં પાણી આવ્યું

શનિવારે ધોધમાર વરસાદ બાદ રવિવારે શહેર જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો હતો. આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. બીજી તરફ તાપમાનમાં પણ 1.3 ડિગ્રીનો ઘટાડો થયો હતો, પરંતુ બફારાને કારણે લોકો ત્રાહિમામ થયા હતા.

ઉપરવાસમાં છૂટાછવાયા વરસાદને લઇ ઉકાઇ ડેમમાં 7100 ક્યુસેક પાણીની આવક શરૂ થઇ હતી. જેની સામે 7100 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ ચાલુ રાખ્યો હતો. મોડીસાંજે 6 કલાકે સપાટી 312.79 ફૂટ છે. વિતેલા 24 કલાકમાં ઉપરવાસમાં 31.40 મીમી વરસાદ નોંધાયો હતો. વિયર કમ કોઝવેની સપાટી 4.64 મીટરે સ્થિર થઇ છે.

લઘુત્તમ તાપમાનમાં પણ 1.2 ડિગ્રીનો ઘટાડો થયો
રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.6 ડિગ્રી નોંધાયું છે. શનિવારની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 1.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 1.2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જોકે પવનની ગતિ મંદ પડતાં બફારો અને ઉકળાટની સ્થિતિ યથાવત રહી છે. સાઉથ-વેસ્ટ દિશાથી 4 કિ.મીની ગતિએ પવનો ફૂંકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...