તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોતને હાથતાળી:સુરતમાં સેલ્ફી લેવા જતાં તરુણ કોઝવેમાં પડ્યો, તરવૈયાએ બચાવ્યાનો LIVE વીડિયો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોઝવે પર સેલ્ફી લેતા નદીમાં ડૂબેલા યુવકને બચાવાયો.
  • રાંદેરના ત્રણ મિત્રો પૈકી એક ડૂબ્યો

રાંદેર અને સિંગણપોરને જોડતા કોઝવેની રેલિંગ પર સેલ્ફી લઈ રહેલો એક તરુણ સંતુલન ગુમાવતાં નદીમાં પડી ગયો હતો. સવારે 9 વાગ્યા આસપાસ રાંદેરના કેટલાક મિત્રો કોઝવે પર સેલ્ફી લઇ રહ્યા હતા. એ સમયે એક તરુણ રેલિંગ ક્રોસ કરી નદીની એકદમ નજીકથી સેલ્ફી લેવા પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેનો પગ લપસી જતાં નદીમાં પડ્યો હતો. તરતા ન આવડવાને લીધે તે ડૂબવા લાગ્યો હતો.

મોતને હાથતાળી આપી આવેલો તરુણ તરત જ નીકળી ગયો
અન્ય મિત્રોને તરતા ન આવડતું હોવાને લીધે બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આખરે કોઝવે પર નિયમિત તરવા જતા હરિઓમ ક્લબના સભ્ય અજય ઘીવાલા સ્થિતિ પારખી ગયા હતા. તેઓ તરત જ કોઝવેમાં કૂદી પડ્યા હતા અને તેમણે ડૂબી રહેલા તરુણને બહાર કાઢયો હતો. દુર્ઘટના સ્થળે અનેક લોકો આ ઘટનાને જોઇ રહ્યા હતા ત્યારે કેટલાકે તેમના કેમેરામાં ઘટનાનું રેકોર્ડિંગ કરી તેને સોશિયલ મીડિયા પર ફરતો કર્યો હતો. મોતને હાથતાળી આપી આવેલો તરુણ તરત જ ત્યાંથી નીકળી ગયો હતો.

તરુણને ડૂબતો જોઈ સ્થાનિક તરવૈયા બચાવવા કૂદી પડ્યા.
તરુણને ડૂબતો જોઈ સ્થાનિક તરવૈયા બચાવવા કૂદી પડ્યા.

સ્થાનિક તરવૈયાએ કપડાં સાથે જ પાણીમાં કૂદીને બાળકને બચાવી લીધો
અજય ઘીવાળા (તરુણને બચાવનાર)એ જણાવ્યું હતું કે 1995થી તાપી નદી અને કોઝવેમાં સ્વિમિંગ કરી રહ્યો છું અને હરિઓમ ક્લબનો સભ્ય છે. અમે રોજના 200-250 જેટલા સભ્યો રોજિંદા કોઝવેમાં સવારે 7થી 9 સ્વિમિંગ કરવા આવ્યા છીએ. રવિવારની સવારે ત્રણ બાળકો કોઝવે નજીક જોખમ લઈ સેલ્ફીની મજા લઈ રહ્યા હતા. અચાનક ત્રણ પૈકી એક કોઝવેમાં પડી ગયો અને થોડે દૂર પાણીમાં ખેંચાય ગયો હતો. મારી નજર પડી ત્યારે એકવાર તો એમ લાગ્યું કે કોઈ તરી રહ્યું છે, પછી અહેસાસ થયો આ ડૂબી રહ્યો છે એટલે કપડાં સાથે જ પાણીમાં કૂદીને બાળકને બચાવી લીધો હતો.

તરુણને 5-7 મિનિટ સુધી એક હાથે ઊચો કરી કિનારે લાવ્યા.
તરુણને 5-7 મિનિટ સુધી એક હાથે ઊચો કરી કિનારે લાવ્યા.

તરુણને એક હાથે કોઝવેના પાણીમાં ઊચકી રાખી કિનારે સુધી લાવ્યા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે 5-7 મિનિટ સુધી બાળકને એક હાથે કોઝવેના પાણીમાં ઊંચકી રાખી કિનારે સુધી લાવ્યો હતો. પાળા પાસે વધુપડતી લીલ હોવાથી જો બાળકને ઊંચક્યો ન હોત તો પાણીમાં ગરકાવ થઈ ગયા બાદ તેને શોધવો ખૂબ જ અઘરો હોત. 25 વર્ષના સ્વિમિંગમાં આવા 7-8 જણાના જીવ બચાવ્યા છે. પાલિકાના અધિકારીઓ પણ આવી કામગીરીથી ખુશ રહે છે. ત્રણેય બાળકો સારા અને પૈસાદાર ઘરના લાગતા હતા. ગભરાઈ ગયા હતા. ડૂબતા મિત્રને બહાર કાઢતા જ ત્રણેય મિત્રો પલક ઝબકતાં જ ગાયબ થઈ ગયા હતા.

તરુણને બચાવનારા અજય ઘીવાળાની ફાઈલ તસવીર.
તરુણને બચાવનારા અજય ઘીવાળાની ફાઈલ તસવીર.
અન્ય સમાચારો પણ છે...