ભાટપોર ખાનગી યુનિવર્સિટીના ગાર્ડનમાં રહેતા શ્રમજીવી પરિવારના તરુણ વયના પુત્રએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. વતનમાં ધોરણ 9માં અભ્યાસ કરતા તરુણે વતનમાં જવાનું અને નવા કપડાં લઈ આપવા કહ્યું હતું. પરંતુ પિતાએ પગાર આવ્યા બાદ લઈ આપવાનું કહેતા તરુણે પગલું ભરી લીધું હતું.દાહોદના વતની અને ભાટપોરમાં આવેલી ખાનગી યુનિવર્સિટીના ગાર્ડનમાં કામ કરતાં અને ત્યાંજ રહેતા શાંતિલાલ ડીંડોરના 14 વર્ષિય પુત્ર મનિષે ગુરુવારે સવારે ઘરે લોખંડના સળિયા સાથે વાયર બાંધીને ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.
પોલીસના જણાવ્યા પ્રમાણે મનીષ વતનમાં ધોરણ-9માં અભ્યાસ કરતો હતો. હાલ વેકેશનમાં સુરત પરિવાર સાથે રહેવા માટે આવ્યો હતો. સ્કૂલ શરૂ થતાં મનિષે પિતાને વતનમાં જવાનું અને નવા કપડાં લઈ આપવાનું કહ્યું હતું. જોકે પિતાએ પગાર આવ્યા બાદ ખરીદી કરીને વતનમાં જવા કહ્યું હતું. જેથી માઠું લાગી આવતા મનીષે આપઘાતનું પગલું ભરી લીધું હતું. મનિષે તેની હથેળીમાં લાલ અક્ષરથી કઈ લખ્યું હતું જે ભૂસાઈ ગયું હોવાથી સ્પષ્ટ વંચાતું ન હતું. બનાવ સંદર્ભે કઠલાલ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.