તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેસ્ટિંગ:સુરતમાં કોરોના સંક્રમણને લઈને પાલિકાની ટીમે પોલીસ કર્મીઓના રેપિડ ટેસ્ટ કર્યા

સુરત3 મહિનો પહેલા
પોલીસકર્મીઓએ ટેસ્ટ કરાવીને પાલિકાની ટીમને સહયોગ આપ્યો હતો.
  • પોલીસ કમિશનર કચેરીએ જવાનોના રેપિડ ટેસ્ટ કરાયા

સુરતમાં કોરોના સંક્રમણ ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. પરંતુ કોર્પોરેશન દ્વારા રેપિડ ટેસ્ટ કરવાની કામગીરી સતત કરવામાં આવી રહી છે. કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે સુરત પોલીસ કમિશનર ઓફિસ ખાતે પોલીસ કર્મીઓના રેપિડ ટેસ્ટ કરવાના શરૂ કર્યા હતા. તેમજ એસઆરપી જવાનોનાં પણ રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સવારે આરોગ્ય વિભાગની ટીમ પોલીસ કમિશનર કચેરીના કેમ્પસમાં જ તમામ પોલીસ કર્મીઓના ટેસ્ટ લેવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ફરજ પર હાજર મોટાભાગના પોલીસ કર્મીઓએ સહયોગ આપતા રેપિડ ટેસ્ટ કરાવ્યું હતું.

પોલીસ કમિશનર કચેરીમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
પોલીસ કમિશનર કચેરીમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

બંદોબસ્તમાં રહેતા પોલીસના ટેસ્ટ
કોરોના સંક્રમણ વચ્ચે આરોગ્ય વિભાગની ટીમે જેટલી જહેમત ઉઠાવી છે, એ જ પ્રકારની કામગીરી પોલીસ કર્મીઓ દ્વારા પણ બનાવવામાં આવી છે કે અત્યાર સુધી તમામ વિસ્તારોની અંદર બંદોબસ્તથી લઈને માઈક્રોકન્ટેમેન્ટ વિસ્તારોમાં બેરીકેટ લગાવીને બંદોબસ્ત સેવા આપી છે. પોતાના જીવ જોખમમાં મૂકીને સતત કર્ફ્યું સમયે કે અન્ય સમય દરમિયાન સતત સેવા આપી છે.કોરોના સંક્રમણ દરમિયાન જે રીતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ કોરોના ગ્રસ્ત થયા છે. એવી જ રીતે પોલીસ કર્મીઓ પણ મોટી સંખ્યામાં સંક્રમણથી ભોગ બન્યા છે.

પોલીસ અને એસઆરપી જવાનોના ટેસ્ટ કરાયા હતાં.
પોલીસ અને એસઆરપી જવાનોના ટેસ્ટ કરાયા હતાં.

બેદરકારી જોખમી બની શકે
કોરોના સંક્રમણ નું પ્રમાણ ઓછું થયું છે, પરંતુ હજી પણ લોકો તેના ભોગ બની રહ્યા છે. તે જોતા કોઇપણ પ્રકારની બેદરકારી રાખવી એ જોખમી પુરવાર થઈ શકે તેમ છે પોલીસ કર્મચારીઓ અલગ અલગ વિસ્તારોમાં કોરોના સંક્રમણ દરમિયાન તેઓ પોતાની ફરજ બજાવતા હોય છે. તેમના સ્વાસ્થ્યની પણ પોલીસ વિભાગ દ્વારા ચિંતા કરવામાં આવી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આરોગ્ય વિભાગને પોતાના પોલીસ કર્મીઓનું સમયાંતરે સ્વાસ્થ્યનું ચેકિંગ કરવા માટે તાકીદ કરી હતી. જેના ભાગરૂપે કોર્પોરેશનની ટીમ દ્વારા આજે પોલીસ કર્મીઓના રેપિડ ટેસ્ટ કરવાનું શરૂ કરી દેવાયું છે. જેથી કરીને કોઈ પોલીસ કર્મી કોરોના સંક્રમિત હોય તો તેને સમયસર સારવાર આપી શકાય.એસઆરપીના જવાનોએ પણ કોર્પોરેશનની ટીમ પાસે રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો.