તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Teacher Put Up A Plaque In His Student's Name At Home Saying, 'My Health Decisions In An Emergency. Kalpesh Will Take It '

ટીચર્સ ડે સ્પેશિયલ:સુરતના શિક્ષકે પોતાના વિદ્યાર્થીના નામની ઘરે તકતી લગાવી - ‘ઇમરજન્સીમાં મારી હેલ્થના નિર્ણયો ડો. કલ્પેશ જ લેશે’

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
શિક્ષક અને વિદ્યાર્થીની તસવીર - Divya Bhaskar
શિક્ષક અને વિદ્યાર્થીની તસવીર
  • કલ્પેશ ડોક્ટર બન્યો પણ એથી વિશેષ મારા પુત્ર સમાન છે : શિક્ષક ભગુભાઈ પટેલ

શિક્ષકો પોતાના શિષ્યોને આશીર્વાદ તો આપતા જ હોય છે પરંતુ શિષ્ય પર અને ખાસ કરીને પોતે આપેલા શિક્ષણ પર અતૂટ વિશ્વાસ મૂકનારા શિક્ષકો બહુ ઓછા હોય છે. આ વાતને યથાર્થ કરતો કિસ્સો સુરતમાં જોવા મળ્યો છે. ખાનગી શાળામાં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવનારા ભગુભાઇ પટેલે 7 વર્ષ પહેલાં ઘરમાં લગાવેલું બોર્ડ સૌને આશ્ચર્યચકિત કરી રહ્યું છે. એક સમયના તેમના શિષ્ય એવા ડો. કલ્પેશ જૈનને અનુલક્ષીને લખાયેલા આ બોર્ડ પર લખ્યું છે કે, ગંભીરમાં ગંભીર પરિસ્થિતિમાં જીવ બચાવવા અંગેના તમામ નિર્ણયો ડો. કલ્પેશ જ નિભાવશે. પરિવારજનોએ તેમનું જ માર્ગદર્શન લેવાનું રહેશે.

શિક્ષકને પોતે આપેલા શિક્ષણ પર એટલો વિશ્વાસ કે વિદ્યાર્થીને ભગવાન ગણાવ્યો
જો આકસ્મિક રીતે હું બેભાન થઇ જાઉં તો મારા પરિજનોએ સૌથી પહેલા ડો. કલ્પેશ જૈનનો જ સંપર્ક કરવો. જો હું કોમામાં આવી જાઉં અને વેન્ટિલેટર પર રાખવાની જરૂર પડે તો પણ ડો. કલ્પેશ જૈનની સલાહ મુજબ જ આગળની સારવાર આપવી.

  • કલ્પેશ હોશિયાર, આજ્ઞાંકિત, લાગણીશીલ હતો, જેથી તેની સાથે પિતા-પુત્ર જેવા સંબંધો છે. કલ્પેશ પર મને એટલો વિશ્વાસ છે કે હું તેને ભગવાન જ કહી શકું. - ભગુભાઈ
  • 1975માં ભગુભાઈ વ્યાયામ શિક્ષક હતા. હું મેડિકલમાં ગયો ત્યારથી તેઓ સૌથી પહેલા મારી સલાહ માંગે છે. સાહેબની અંતિમ ઈચ્છાનું બોર્ડ મારા માટે પણ આશ્ચર્ય છે. - ડો.કલ્પેશ જૈન
અન્ય સમાચારો પણ છે...