તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યાવરણ માટેની દરકાર:સુરતની શિક્ષિકા દરેક વૃક્ષની જાતે કાળજી લે છે; 250 વૃક્ષ વાવ્યા, ઘરમાં પ્લાસ્ટિકને નૉ એન્ટ્રી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વૃક્ષ વાવતી શિક્ષિકા - Divya Bhaskar
વૃક્ષ વાવતી શિક્ષિકા
  • ‘પર્યાવરણનું જતન માત્ર સરકારની નહીં, આપણી સહિયારી જવાબદારી છે’

સુરતનાં શિક્ષિકા પૂર્વી દવે બાળકોના ભણતરની સાથે સાથે પર્યાવરણની જાળવણી કરવાનું પણ કામ કરી રહ્યાં છે. 8 વર્ષ પહેલા તેમણે આસપાસ વૃક્ષ રોપવાનું શરૂ કર્યું હતું. તેઓ ભણતર માટે થોડા વર્ષ કર્ણાટકમાં રહ્યાં હતા. જયાં નેટીવ વૃક્ષો વાવવા, પ્લાન્ટેશન કરવું, નો પ્લાસ્ટીક જેવા નિયમો સાથે જ તેમનો ઉછેર થયો હતો. અત્યાર સુધીમાં તેમણે 250 વૃક્ષો વાવ્યાં છે.

શિક્ષિકાની તસવીર
શિક્ષિકાની તસવીર

તેઓ જણાવે છે કે મારા ઘરમાં છેલ્લા 15 વર્ષથી કોઈપણ પ્રકારનું ડિસ્પોઝેબલ આવતું નથી. હું ઘરના કોઈપણ વપરાશની વસ્તુઓમાં પણ ડિસ્પોઝેબલ પ્લાસ્ટીકનો ઉપયોગ કરતી નથી. કાપડની કે જયુટની બેગનો ઉપયોગ કરું છું. અને અન્ય લોકોને પણ તે માટે પ્રેરણા આપું છું.પૂર્વીબહેને એક ગ્રુપ પણ બનાવ્યું છે જે નિયમિતપણે એનિમલ રેસ્ક્યુ, સ્વચ્છતા માટેના કામો કરે છે. તેઓ બ્લોગના માધ્યમથી ચીજવસ્તુઓને રીસાઇકલ કરતા શીખવાડે છે.

અન્ય સમાચારો પણ છે...