• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, The Tank Where Lord Ganesha Will Be Immersed Will Have Activities Like European Water Sports Throughout The Year.

વિસર્જન-કુંડ બનશે નેધરલેન્ડ જેવો ખેલ-કુંડ:સુરતમાં હવે જે કુંડમાં ગણપતિવિસર્જન થશે એમાં આખું વર્ષ યુરોપના જેવી વોટર સ્પોર્ટ્સ સહિતની એક્ટિવિટી થશે

સુરત17 દિવસ પહેલાલેખક: પંકજ રામાણી

સુરતમાં 2018થી તાપી નદીમાં ગણેશજી સહિત કોઈપણ દેવી-દેવતાની મૂર્તિના વિસર્જન પર પ્રતિબંધ છે. અત્યારસુધી અહીં ગણેશવિસર્જન માટે મ્યુનિ. દર વર્ષે કૃત્રિમ તળાવ બનાવતી રહી છે. આ પાછળ દર વર્ષે રૂપિયા બે કરોડથી વધુનો ખર્ચ થતો હોય છે. આવામાં આ ખર્ચની બચત કરી આવક ઊભી થાય એ પ્રકારની વ્યવસ્થા કરવાના પાયલોટ પ્રોજેક્ટ પર હાલ કામ ચાલી રહ્યું છે. સુરતના સિસ્ટર કન્ટ્રી નેધરલેન્ડની જેમ અહીં રુ. 5.89 કરોડના ખર્ચે ખેલ-કુંડ બની રહ્યો છે. આ કુંડમાં ગણેશોત્સવ બાદ મૂર્તિઓનું વિસર્જન થશે અને બાકીના સમયમાં વોટર સ્પોર્ટ્સની એક્ટિવિટી થશે.

નેધરલેન્ડની મુલાકાત દરમિયાન કન્સેપ્ટ વિકસ્યો
સુરતના સિસ્ટર સિટી તરીકે નેધરલેન્ડના રોટર ડેમ શહેરને પસંદ કરવામાં આવ્યું હતું. 2019માં સુરતની પાલિકાની ટીમ નેધરલેન્ડના રોટરડેમ ગઈ હતી અને ત્યાંના ખેલ-કુંડની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ આ પ્રકારનો પ્રોજેક્ટ સુરતમાં પણ શરૂ કરવા માટેની ગતિવિધિ તેજ કરવામાં આવી હતી. હાલ સુરતના સિંગણપુર વિસ્તારમાં ખેલ-કુંડ બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે, જેમાં ગણેશવિસર્જનને કાયમી સરનામું મળશે, ત્યાર બાદ વર્ષ દરમિયાન રમતગમતથી લઈને અને એકવિધ પ્રવૃત્તિઓ પણ થઈ શકે તેમજ પાલિકાને સારીએવી આવક પણ મળી રહે એ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...