તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, The Tailor Community Presented To The MP To Continue Their Shops, Guaranteeing To Implement The Instruction Properly

રજૂઆત:સુરતમાં દરજી સમાજ દ્વારા પોતાની દુકાનો ચાલુ રાખવા માટે સાંસદને રજૂઆત કરી, સૂચનાનો અમલ યોગ્ય રીતે કરવા માટે બાંહેધરી આપી

સુરત3 મહિનો પહેલા
આવદેનપત્ર સાથે રજૂઆત કરાઈ.
  • તમામ ગાઈડલાઈન્સનું પાલન કરીને દુકાનો ચાલુ રાખવા દેવા રજૂઆત કરી

મીની લોકડાઉન જેવી સ્થિતિ થતા નાના ઉદ્યોગ સાથે જોડાયેલા ગરીબ અને મધ્યમ પરિવારના લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. દરજી સમાજ દ્વારા પોતાની દુકાનો ચાલુ રાખવા માટે સુરતના સાંસદ દર્શના જરદોશને રજૂઆત કરી હતી.

નાના વ્યવસાય પણ બંધ કરાવાયા
રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સ્થિતિ કાબૂ બહાર જતા મોટાભાગના શહેરોમાં નિયંત્રણો લાદી દીધા હતા. ખાસ કરીને કર્ફ્યૂના સમયમાં વધારો કર્યો હતો.પરંતુ તેનાથી પણ કોરોના સંક્રમણ નિયંત્રણ ન લાવતા માર્કેટ, મોલ તેમજ નાના વ્યવસાય પણ બંધ કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી. આજે સુરત શહેરમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાય લગભગ તમામ દુકાનો અને નાના-નાના વ્યવસાયો બંધ છે. જેને કારણે હવે લોકો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. પોતાના પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે હવે તેમના માટે મોટો પ્રશ્ન બની રહ્યો છે.

સૂચનાનો અમલ યોગ્ય રીતે કરવા માટે બાંહેધરી
દરજી સમાજ દ્વારા સુરતના સાંસદ દર્શના જરદોશને લેખિતમાં રજૂઆત કરી હતી.જેમાં તેમણે ખાતરી આપી કે સરકારે આપેલા તમામ ગાઈડલાઈન્સનું પાલન કરીને દુકાનો ચાલુ રાખીશું દરજીની દુકાનમાં ખૂબ ઓછામાં ઓછા લોકો કામ કરતા હોય છે તેથી અન્ય કોઈ સંક્રમણ ફેલાવાનો ડર રહેતો નથી છતાં સરકાર દ્વારા અપાયેલી સૂચનાનો અમલ યોગ્ય રીતે કરવા માટે અમે બાંહેધરી આપીએ છીએ. અત્યાર સુધી કરણા સંક્રમણ કાળ દરમિયાન સરકારે જે નિર્ણય લીધા છે એ તમામને અમે અનુસરીને આગળ કામગીરી કરી છે.

આજીવિકા ઉપર મોટી તરાપ લાગી
હાલ શહેરમાં નાના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકોની આ પ્રકારની સ્થિતિ છે. સરકાર એક તરફ અઘોષિત લોકડાઉન જેવી સ્થિતિ ઊભી કરી છે.બીજી તરફ લોકો પોતાની દુકાનો સહન નથી કરી શકતા તેને કારણે આજીવિકા ઉપર મોટી તરાપ લાગી છે. સરકારે ઝડપથી નાના વ્યવસાય પણ શરૂ રહે અને કોરોનાના સંક્રમણ નિયંત્રણમાં રાખી શકે તે પ્રકારની કામગીરી વધુ ઝડપથી કરવાની જરૂર જણાઈ રહી છે નહીં તો આવા અનેક પરિવારો માત્ર સુરતના જ નહીં, પરંતુ રાજ્યભરના પરિવારો આર્થિક મુશ્કેલીમાં આવી જતા અનેક પ્રશ્નો ઊભા થઈ શકે છે.