ડેમમાં પાણીની આવક વધી:ઉકાઇની સપાટી 1 ફૂટ વધી 324 ફૂટને પાર થઇ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેચમેન્ટના કાંકડીઆંબામાં 20, સાગબારામાં 18.50 ઇંચ

ઉકાઇ ડેમના કેચમેન્ટમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે સોમવારે બપોર પછી ઉકાઇ ડેમમાં પાણીની આવક વધીને 4.17 લાખ ક્યુસેક સુધી પહોંચી ગઇ હતી. કેચમેન્ટમાં આવેલા કાંકડી-આંબામાં 20 ઇંચ વરસાદ ખાબક્યો હતો. એ સાથે જ સાગબારામાં 18.50 ઇંચ, ચોપડાવાવમાં 14 ઇંચ, ઉચ્છલમાં 9.36 ઇંચ અને ઉકાઇમાં 10 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જેના કારણે સોમવારે મોડીરાતે હેવી ઇનફલો શરૂ થતા તંત્ર એલર્ટ થઇ ગયું હતું.

કેચમેન્ટના રેઇન ગેજ સ્ટેશનોમાં સરેરાશ 2 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. જો કે, મંગળવારથી ઉપરવાસમાં વરસાદનું જોર ઘટ્યું હતું. જેના કારણે ડેમમાં પાણીની આવક પણ ઘટી ગઇ હતી. મોડીરાતે 8 કલાકે ઉકાઇ ડેમની સપાટી 324.10 ફૂટ જ્યારે ઇનફલો 36507 ક્યુસેક છે.

અન્ય સમાચારો પણ છે...