તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદની આગાહી:ઉપરવાસમાં વગર વરસાદે ડેમની સપાટી સામાન્ય વધી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શનિવારે 313.78 ફૂટ હતી, વધીને 313.89 ફૂટ

શહેરમાં સતત બીજા દિવસે વરસાદે વિરામ લીધો છે. માત્ર પડ્યા હતા. જ્યારે ઉકાઇ ડેમના ઉપરવાસમાં પણ વરસાદ નથી. ડેમની સપાટી સામાન્ય વધારા સાથે 313.89 ફૂટ ઉપર પહોંચી છે. જે શનિવારે રાત્રે 313.78 ફૂટ હતી.ડેમમાં 650 ક્યુસેક પાણીનો આવરો સતત ત્રીજા દિવસે ચાલુ છે. જેની સામે 650 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરાઈ રહ્યું છે. બીજી તરફ, હથનુર ડેમની સપાટી 209.39 મીટર નોંધાઇ છે. રવિવારે ઉપરવાસના તમામ ગેજ સ્ટેશનોમાં વરસાદ નોંધાયો નથી.

વિયર કમ કોઝવેની સપાટી 5.26 મીટર થઇ છે.શહેરનું મહત્તમ તાપમાન 33.8 ડિગ્રી અને લઘુત્તમ 27.8 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 77 ટકા અને સાંજે 75 ટકા નોંધાયું હતું. સાઉથ-વેસ્ટ દિશાથી 9 કિ.મીની ગતિએ પવનો ફૂંકાઇ રહ્યા છે. શહેરમાં આજે તમામ ઝોનમાં વરસાદ વરસ્યો ન હતો. સુરત જિલ્લામાં ચોર્યાસી તાલુકામાં 5 મીમી, માંડવીમાં 4 મીમી, અને માંગરોળમાં 11 મીમી વરસાદ થયો હતો. જ્યારે કામરેજ, મહુવા, ઉમરપાડા, ઓલપાડ, પલસાણા તાલુકા કોરાક્ટ રહ્યા હતા. આગામી બે દિવસ શહેર-જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...