તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:શ્રીલંકાથી કાળા મરી મંગાવવામાં સુરતી વેપારીએ 39 લાખ ગુમાવ્યા

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દિલ્હીના ઠગે વેપારી પાસેથી 1.58 કરોડ લીધાં હતા

લાલ દરવાજા ખાતે ડોક્ટર હાઉસમાં ઇમ્પોર્ટ-એક્સપોર્ટનું કામ કરતા વેપારીને શ્રીલંકાની કાળા મરી વેચાણથી અપાવવાના બહાને રૂપિયા મેળવી લઈ મરી નહીં આપી દિલ્હીના ઠગે 39 લાખની છેતરપિંડી કરી હતી. અડાજણ પાટિયા દેના ટાવરમાં રહેતા શાકીર ઇકબાલ મોટનનાલા એક્સપોર્ટર અને ઇમ્પોર્ટરનો બિઝનેસ કરે છે અને તેમની ઓફિસ લાલ દરવાજા ખાતે ડોક્ટર હાઉસમાં છે. શાકીરભાઇ ધંધા માટે અવાર-નવાર દિલ્હી જતાં હોવાથી તેમની મુલાકાત આરોપી હિતેશ અવિનાશ ખન્ના સાથે મુલાકાત થઈ હતી. હિતેશ પાસે પણ એક્સપોર્ટ- ઇમ્પોર્ટનું લાઈસન્સ હતું. તેથી બંને વચ્ચે ફોન નંબરની આપલે થઈ હતી.

2018માં શાકીરભાઇએ હિતેશ પાસે શ્રીલંકાથી 100 ટન કાળા મરી મંગાવ્યા હતા. જેના માટે તેમણે એડવાન્સમાં 1.58 કરોડ રૂપિયા ચેક અને આરટીજીએસથી આપ્યાં હતા. ત્યાર બાદ હિતેશે ટેકનિકલ પ્રોબ્લેમનું બહાનું આગળ ધરી તેમનો માલ અટવાઇ ગયાનું જણાવ્યું હતું . હિતેશે થોડા-થોડા કરીને 1.19 કરોડ પરત કરી દીધા હતા. બાકીના 39 લાખ પરત કર્યા ન હતા. શાકીરભાઇએ હિતેશ ખન્ના(ઈશ્વર ભવન, ખારી બાવલી, દિલ્હી ઇસ્ટ) વિરુદ્ધ મહિધરપુરામાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...