ક્રાઈમ:સુરતના વેપારીએ 35 લાખ આપવા છતાં મોબાઈલનો જથ્થો નહી આપી મુંબઈના વેપારીએ ધમકી આપી

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાંદેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
રાંદેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર)
  • બેંક એકાઉન્ટ મારફતે વેપારીએ મુંબઈ રૂપિયા મોકલ્યાં હતા

સુરતના અડાજણના મોબાઈલના વેપારીને મુંબઈના એક વેપારીએ લાખ્ખો રૂપિયા લીધા બાદ પણ મોબાઈલનો જથ્થો નહિ મોકલતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. રૂપિયા 35 લાખની છેતરપિંડીમાં મુંબઈના વેપારીએ ધમકી આપતા વેપારીએ પોલીસ દ્વાર ખખડાવ્યા છે.

મોબાઈલની ખરીદી અવારનવાર થતી હતી
રાંદેરમાં અડાજણ પાટિયા ન્યૂ રાંદેર રોડ પર નિશાંત સોસાયટીમાં રહેતા મોહમદ સાહીદ મોહમદ આરીફ ચોકસી મોબાઈલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. રાંદેર અડાજણ બસ ડેપો ‘હબ ટાઉન’દુકાન નં. 18 ‘રોયલ ટ્રેન્ડસ નામની દુકાન ધરાવે છે. તેઓ અવારનવાર મુંબઈથી મોબાઈલની ખરીદી કરતા હતા. ચારેક મહિના પહેલા મુબઈ શોપ નં. બી- 5 બી વીંગ હરેક્રિષ્ના એપાર્ટમેન્ટ 749/75 ખાતેથી તેમની પેઢીના કર્મચારી નવાબ અલી મોહમદ અમીન શેખે આર એમ એન્ટર પ્રાઈઝના માલિક રૂપેશ સિંધ સાથે સંપર્ક કરાવ્યો હતો.

હોલસેલમાં મોબાઈલ મગાવેલા
તારીખ 16/12/2021 ના રોજ સાડા ત્રણેક વાગ્યાના અરસામાં હોલસેલમાં અલગ અલગ કંપનીના મોબાઈલની ખરીદી માટે મોબાઈલ નક્કી કાર્ય હતા અને જે મુદ્દામાલના રૂપિયા 35,04,319 તેમના એચ.ડી.એફ.સી બેંકના એકાઉન્ટ દ્રારા ચૂકવી આપ્યા હતા. પૈસા મળી ગયા બાદ પણ રૂપેશ સિંઘે મોબાઈલ નહીં મોકલી સમય પસાર કર્યો હતો. જેથી મોહમ્મદ શાહિદે મોબાઈલના મુદ્દામાલ માટે ફોન કરતા વાયદા આપી ગોળ ગોળ જવાબ આપ્યા હતા અને ત્યારબાદ મુદ્દામાલ નહીં આપી ધમકી આપી હતી. જેથી ભોગ બનનાર મોહમ્મદ શાહિદે આ મામલે રાંદેર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.