તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:સુરત ST વિભાગને દિવાળી ફળી, બે દિવસમાં 419 ટ્રીપ દ્વારા 57 લાખની કમાણી કરી

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
દિવાળીને લઈને બસ વિભાગ દ્વારા બસો દોડાવાતા આવકમાં વધારો થયો છે, - Divya Bhaskar
દિવાળીને લઈને બસ વિભાગ દ્વારા બસો દોડાવાતા આવકમાં વધારો થયો છે,
  • ST વિભાગે બે દિવસમાં બસોને 1.36 લાખ કિલોમીટર દોડાવી

દિવાળીના તહેવારોમાં શહેરમાંથી વતન જવા માટે લોકોએ આ વર્ષે પણ ST બસનો સહારો લીધો છે. ગુજરાત રાજ્ય સ્ટેટ ટ્રાન્સપોર્ટના સુરત વિભાગ દ્વારા આ વર્ષે પણ એકસ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના થકી બે દિવસમાં જ સુરત ST વિભાગને 57.05 લાખની કમાણી થઈ છે.

419 ટ્રીપ લગાવવામાં આવી
સુરત ST વિભાગ દ્વારા તારીખ 10 અને 11મી નવેમ્બરના રોજ 419 ટ્રીપ લગાવવામાં આવી હતી. કુલ આ બસો 1.36 લાખ કિલોમીટર ઓપરેટ કરવામાં આવી હતી. જેમાં ઉત્તર ગુજરાત, ગોધરા, દાહોદ અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારોમાં બસ એકસ્ટ્રા દોડાવવામાં આવી હતી.

વિશેષ વ્યવસ્થા કરાઈ
ST વિભાગ દ્વારા દિવાળીના તહેવાર નિમિતે લોકોને મુસાફરીમાં તકલીફ ન પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ઓનલાઈન બુકીંગથી લઈને ડેપો પરથી બુકીંગ કરવાની સાથે સાથે વિભાગ દ્વારા સોસાયટીના નાકેથી પણ બસ ઉપાડવાની વ્યવસ્થા અને આખી બસના બુકીંગ પણ રિજનેબલ ભાવ સાથે શરૂ કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો