તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પર્ધા:સુરતની શાળા રમકડા સ્પર્ધામાં નેશનલ લેવલ પર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

સુરત23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • GCERT દ્વારા રમકડા બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી

ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (GCERT) દ્વારા રમકડા બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વેડરોડ સ્થિત શાળા નં.399 એ કઠપૂતળી બનાવી હતી. જેની પસંદગી રાજય કક્ષાએ થઈ હતી.

આ રમકડા શાળાના શિક્ષિકા નેહા પટેલ અને તેમની ટીમ દ્વારા બનાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની આ કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ પસંદ કરવામાં આવી છે. આગામી સમયમાં દિલ્હીમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં તેઓ સુરત અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. કોરોનાને કારણે વર્ચ્યુઅલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં એવું રમકડું તૈયાર કરવાનું હતું જેને જોઈને સામાન્ય બાળકો તેમજ સ્પેશિયલ બાળકોને જોઈને પણ આનંદ થાય એ રીતે તૈયાર કરવાનું હતું.

બેટમાંથી શેડો પપેટ, સ્ટીક પપેટ, કઠપૂતળી તૈયાર કરી
કઠપૂતળી પહેલેથી મનોરંજનનું સાધન ગણાય છે. જે જોઈને બાળકને આનંદ થાય છે. તેથી શાળા નં 399 દ્વારા બેટમાંથી કઠપૂતળી તૈયાર કરવામાં આવી હતી. આ કઠપૂતળી દરેક પ્રકારે તૈયાર કરાઈ હતી. જેમાં દોરીથી, લાકડીથી, શેડો પપેટ, સ્ટીક પપેટ વિવિધ પ્રકાર હોય છે. કઠપૂતળી દ્વારા બાળકોને વાર્તા, રાજયના પહેરવેશ, કાવ્યો વગેરે સરળતાથી શીખવી શકો છો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો