વિવાદ:સિવિલનાં ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. પ્રીતિ પાસે ચાર્જ છીનવી ડો. રાગિણીને અપાયો

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નિવૃત્ત સુપ્રિ. ડો.મહેશ વાઢેલને ઓએસડી તરીકે 3 મહિના માટે બોલાવાયા

છેલ્લા લાંબા સમયથી સિવિલમાં ચાલતા વિવાદોને પગલે આખરે ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. પ્રીતિ કાપડીયા પાસેથી ચાર્જ લઈ લેવાયો છે. તેમની જગ્યાએ ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ગાયનેક વિભાગના વડા ડો.રાગિણી વર્માને સોંપાયો છે.  સિવિલના નિવૃત્ત ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.મહેશ વાઢેલને ઓએસડી તરીકે 3 મહિના માટે  બોલાવાયા છે.

 ડો. પ્રીતિ કાપડીયાને કિડની હોસ્પિટલ બિલ્ડીંગમાં કોવિડ હોસ્પિટલ માટે ચાલી રહેલી કામગીરીની  જવાબદારી સોંપાઈવામાં આવી છે.  ડો. પ્રીતિએ ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટનો ચાર્જ સંભાળ્યા બાદ સિવિલ સતત વિવાદોમાં હતી.  કોરોનાના મૃતકની પરિવારની જાણ બહાર બારોબાર અંતિમ વિધી, કોરોનાના દર્દીના કેમ્પસમાંથી મૃતદેહ મળવા તેમજ દર્દીઓ સાથે ગેરવર્તન સહિતની અનેક ફરીયાદો ઉઠી હતી. આ સાથે સુરતની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી સમક્ષ એક ધારાસભ્યએ સિવિલના અંધેર વહિવટ મામલે ફરિયાદ કરી હતી. જેના પ્રત્યાઘાત રવિવારે મોડી સાંજે જોવા મળ્યા હતાં. ઇન્ચાર્જની જગ્યાએ કાયમી સુપ્રિન્ટેન્ડન્ટ મુકવા માટે પણ રજૂઆતો કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...