તુતુ મેંમેં:સબ રજીસ્ટ્રારે કહ્યું, ‘પ્લાન મુકો, વકીલે કહ્યું, ‘દસ્તાવેજ નહી નોંધ’

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અશાંતધારા હેઠળની મિલકતની નોંધણી વખતે બોલાચાલી
  • દસ્તાવેજ નોંધણી વખતે વકીલો સબ રજીસ્ટ્રાર પર અકળાયા

રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા દસ્તાવેજની પ્રક્રિયા સરળ બને અને પારદર્શકતા રહે તે માટે પરિપત્ર જારી કરીને કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જોકે,આ પરિપત્રના કારણે ખાસ કરીને કોટ વિસ્તારની મિલકત બાબતે સબ રજીસ્ટ્રાર અને વકીલ વચ્ચે ધર્ષણ થયું હતું. હાલમાં જ એક વિડિયા સામે આવ્યો હતો. જેમાં નાનપુરા સબ રજીસ્ટ્રાર પ્રિયાંક જાપડિયા અને વકિલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી જોઈ શકાય છે.

સબ રજીસ્ટ્રારે નવા પરિપત્ર અનુસાર ખાસ કરીને અશાંતધારા વિસ્તારમાં આવેલી મિલકતના દસ્તાવેજમાં મિલકતનો પ્લાન અને રજાચિઠ્ઠી મૂકવાની માંગણી કરી હતી. જેના કારણે વકીલ અને સબ રજીસ્ટ્રાર વચ્ચે બોલાચાલી થઇ હતી. વકિલોની માંગણી હતી કે કોટ વિસ્તારમાં જુની મિલકતો આવેલી છે. આ મિલકતોમાંથી મોટાભાગની મિલકતોના પ્લાન નથી હોતા વળી નવા નિયમ બતાવીને પ્લાનનું સ્પેશીફિકેસન પણ માંગવામાં આવે છે.જે મોકલવું મુશ્કેલ બની રહે છે.આ મુદ્દે વકિલો અને સબ રજીસ્ટ્રાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે, બાદમાં જૂની પદ્ધતિથી દસ્તાવેજ કરી આપવામાં આવતા મામલો થોળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...