અમરોલીમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર રોજના 5 હજાર કમાવવાની લાલચમાં 3.83 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. અમરોલીમાં શ્રીનાથ રો હાઉસમાં રહેતા અને મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા 21 વર્ષીય વિદ્યાર્થી ચિરાગ બલદાણીયાના ફોન પર 4 ઓકટોબરે મેસેજ આવ્યો હતો. જેમાં ઘરેથી રોજના કામ કરવાના 5 હજાર મળશે એવી લાલચ અપાઇ હતી.
વિદ્યાર્થીએ વિશ્વાસ કરી અલગ અલગ લિંક ઓપન કરી ટાસ્ક કમ્પ્લીટ કરતા કમિશન પેટે તેના ખાતામાં 190ની રકમ જમા થઈ હતી. 8 ટાસ્ક કમ્પ્લીટ કરાવ્યા બાદ ગઠિયાએ યુપીઆઈ આઈડી કોડ મોકલતા વિદ્યાર્થીના એકાઉન્ટમાંથી ટુકડે ટુકડે કરી 2.96 લાખની રકમ ટ્રાન્સફર થઈ ગઈ હતી. ત્યારબાગ 38725 કમિશન અને 48889 રૂપિયાની રકમ વેરિફિકેશનના નામે મળી વિદ્યાર્થીએ કુલ 3.83 લાખની રકમ ગુમાવી હતી. ઠગ ટોળકીએ અલગ અલગ ઓનલાઇન શોપિંગ સહિતની લીંક મોકલી હતી જે લીંકમાં વિદ્યાર્થીએ તમામ વિગત ભરી હતી. એટલું જ નહિ ઠગ ટોળકીએ વિદ્યાર્થીના બેંક ખાતા સહિતની વિગતો પણ ભરાવી હતી. યુપીઆઈ આઈડી સ્કેન કરતા વિદ્યાર્થીના જ ખાતામાંથી કમિશનના રૂપિયા જમા થવાને બદલે ઉપડી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.